👆રાધનપુર તા.7- 6- 2024, શુક્રવાર સંત અરજણદાસ બાપુના ભંડારા નિમિત્તે આયોજિત સંત મેળાવડામાં રાજયોગીની બ્રહ્માકુમારી પ્રેમીલા દીદી તથા બીકે પીનલબેનનું સંતોએ અને કળશધારી બહેનોએ કુમકુમ તિલક અને અક્ષત દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું તથા શાલ અર્પણ કરીને અભિવાદન કર્યુ હતું.આ પ્રસંગે રાજયોગીની બ્રહ્માકુમારી પ્રેમીલાદીદીએ પરમાત્માનો સાચો પરિચય આપી ઈશ્વરીય સંદેશ આપ્યો હતો તથા ઈશ્વરીય સોગાત અને સાહિત્ય અર્પણ કરીને અરજણદાસબાપુનું અભિવાદન કર્યું હતું.આ પ્રસંગે કમીજડા થી 1008 મહંત શ્રી જાનકીદાસ બાપુ, ગોતરકા આશ્રમથી નિજાનંદ બાપુ, રાધનપુરના ધારાસભ્ય માન. લવિંગજીભાઈ ઠાકોર તથા સમગ્ર ગુજરાત ભરમાંથી ભાણ સંપ્રદાયના અનેક સાધુ સંતો અને સાદપુરા ગામના અગ્રગણ્ય નાગરિકો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અનેક આત્માને ઈશ્વરીય સંદેશ મળ્યો.