ભારત વિકાસ પરિષદ નરોડા શાખા દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે આયોજિત ત્રિદિવસીય (તારીખ ૧૯/૨૦/૨૧ જૂન ૨૦૨૪) યોગ પ્રશિક્ષણ શિબિરમાં શ્રી મગનભાઈ પટેલ પતંજલિ યોગ બોર્ડ ના અમદાવાદ જિલ્લા પૂર્વ વિભાગ પ્રભારી, શ્રી પ્રફુલભાઈ સાવલિયા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અમદાવાદ પૂર્વ વિભાગ ના કોર્ડીનેટર, અને શ્રી મિતેશભાઇ, રાકેશભાઈ શાહ, સારિકા બહેન શાહ ના માર્ગદર્શન હેઠળ સમય સવારે છ થી સાત મ્યુનિસિપલ ગાર્ડન, ફોર્ચ્યુન ચાર રસ્તા, મેંગો સિનેમા પાસે, નરોડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ભારત વિકાસ પરિષદના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.