ભારત વિકાસ પરિષદ
સાયન્સ સીટી શાખા દ્વારા
આજરોજ 02/06/2024 ના રોજ અગિયારસ નિમિત્તે ક્ષેમકલ્યાણી મંદિર પાસે સાબુદાણા ની ફરાળી ખીચડી નું વિતરણ કરવામાં આવ્યું હતુ.ચાલુ વરસાદ ના માહોલ માં પણ મંદિર માં દર્શને આવતા તેમજ અન્ય રાહદારીઓ એ 800 ઉપરાંત લોકો એ ફરાળી ખીચડી પ્રસાદ નો લાભ લીધો હતો.
આજથી શરુ કરવામાં આવેલ આ અભિયાન દર સુદ તેમજ વદ અગિયારસ ના દિવસે (મહિના માં -2 દિવસ)ક્ષેમકલ્યાણી મંદિર પાસે ફરાળી ખીચડી પ્રસાદ નું વિતરણ કરવામાં આવશે તેવું પ્રમુખ શ્રી પ્રવિણભાઈ ઠક્કર તેમજ મંત્રીશ્રી ભરતભાઇ ઠક્કરે જણાવ્યુ હતું.
કારોબારી સભ્યો ભાવિનભાઈ આચાર્ય,રાજેશભાઈ અખાણી,કમલભાઈ ચંદારાણા,પરેશભાઈ કોટક,નૈમિષભાઈ શાસ્ત્રી,હિતેશભાઈ તન્ના,કીરણભાઈ પુજારા,હાર્દિકભાઈ,જીગ્નેશભાઈ, હેમલભાઈ,મોનલબેન, લકીબેન,માનસીબેન,દિશાંતિબેન,
હાજર રહીને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતુ.
ભાવિપ, ગોધરા દ્વારા જૂન- 2024 માં કરેલ કાર્યો ની વિગત–
▶️ પોલીસ કર્મચારી અને પરિવાર માટે નિઃશુલ્ક આયુર્વેદિક ચિકિત્સા નિદાન અને ઉપચાર કેમ્પ.
▶️ દત્તક શાળામાં ગ્રામ્ય વિસ્તારના ૨૭૫ જેટલા આદિવાસી બાળકો માટે ૨૩૦૦ ચોપડાનું નિઃશુલ્ક વિતરણ
▶️ જાફરાબાદ ગ્રામ પંચાયતની બહાર ૨૪*૭ ઠંડા પાણીની પરબ
▶️ બોક્સ ક્રિકેટનું આયોજન
સાડી પ્રકલ્પ,
ભારત વિકાસ પરિષદ પાલડી શાખાની મહિલા પાંખ દ્વારા સમાજની જરૂરિયાતમંદ બહેનો માટે શુભ પ્રસંગે પહેરવા માટે સારી સાડીઓ રાહત દરે ભાડે આપવાના નવા પ્રકલ્પ સાડી લાઈબ્રેરી નો શુભારંભ તારીખ 29.06.2024 ને શનિવાર ના રોજ થી કરવામા આવ્યો છે.
પ્રકલ્પ ના ઉદ્ઘાટન સમારંભ મા આપણી શાખા આદરણીય વડીલ તેમજ ભારત વિકાસ પરિષદ ગુજરાત ના ટ્રસ્ટી શ્રી દિનેશ કાકા, શ્રીમતી વિણાકાકી, ત્થા આ પ્રકલ્પ શરુ કરવાની પ્રેરણા આપનાર શ્રીમતી બેલાબેન મુચ્છાળા, પ્રમુખ ઇનર વ્હીલ કલ્બ ઓફ હેંગીંગ ગાર્ડન મુંબઇ હાજર રહ્યા હતા.
આ પ્રકલ્પમા આપણી શાખાના સભ્યો દ્વારા સારી સાડીઓ દાન મા આપી પ્રકલ્પ શરૂ કરવામા મહત્વનો ફાળો આપ્યો છે.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય થી કરવામા આવી. દીપ પ્રાગટય શ્રી દિનેશકાકા, વીણાકાકી, ડો. પરેશ પરીખ,
પારૂલબેન પરીખ, બેલાબેન મુચ્છાળા તેમજ ભારત વિકાસ પરિષદ ગુજરાત ના મહિલા સહ-સયોજીકા દિપાલીબેન જાની દ્વારા કરવામા આવ્યુ. કાર્યક્રમ ના અંતે બધા હળવો નાસ્તો અને આઈસ્ક્રીમ લઈ છુટા પડ્યા. શાખાના આ પ્રકલ્પના સંયોજીકા શ્રીમતી પ્રતિમાબેન રાવલ છે.
આભાર, વંદેમાત્તરમ…
ભારત વિકાસ પરિષદ ઘાટલોડિયા દ્વારા અને ત્રિશા મલ્ટી હોસ્પિટલ ના સહયોગ થી તા.૩૦/૬/૨૪ ને રવિવારે સવારે ૯-૦૦ કલાકે વસંતનગર ટાઉનશિપ ગોતા ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.
જેમાં કુલ ૧૭૦ દરદીઓ એ લાભ લીધો હતો.
હાડકાં ના કુલ – ૧૩૫ દર્દીઓની તપાસ કરી સારવાર આપવામાં આવી. થાપા તેમજ ઘૂંટણ ના – ૪૪ દર્દીઓને રાહત દરે એક્સ રે પાડી આપવામાં આવ્યા.
આંખના કુલ ૧૫૩ દર્દીઓની તપાસ કરવામાં આવી.૧૨૦ દર્દીઓને વિના મૂલ્યે નંબર ના ચશ્મા આપવામાં આવ્યા. તથા ૫ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યા.
તેમજ દાંતના – ૨૮ , ચામડીના – ૨૨ દર્દીઓની તપાસ કરી સારવાર આપવામાં આવી.





