પાલડી પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા બાળકોને ફૂલસ્કેપ ચોપડા અને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું. બાયડ તાલુકાની પાલડી પ્રાથમિક શાળામાં ભારત વિકાસ પરિષદ બાયડ શાખાના પ્રમુખ ડૉ. મિનેષભાઈ ગાંધી તથા જાયન્ટસ બાયડના પ્રમુખ સંજયભાઈ શાહની રાહબરી હેઠળ અને દાતાશ્રી ડૉ . મહેન્દ્રભાઈ એસ પટેલ (પૂર્વ ધારાસભ્યશ્રી, બાયડ) ના સહયોગથી પાલડી પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા તમામ બાળકોને ફુલસ્કેપ ચોપડા,બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામના અગ્રણી રાજાભાઈ રબારી, રાકેશભાઇ ચૌહાણ અને સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહયાં હતાં.શાળાનાં મુખ્ય શિક્ષક ધર્મેશ સોની, શાળા પરિવાર અને પાલડી એસ એમ સી સભ્યોએ સેવાકીય સંસ્થાનો અને દાતાશ્રીનો આભાર માન્યો હતો.