પ્રેસનોટયુએસ ના સિલિકોન વેલીમાં બ્રહ્માકુમારીઝ સેન્ટરના ઉદ્ઘાટનમાં અમેરિકન રાષ્ટ્રપતિ ના સલાહકાર સહિત અનેક હસ્તિઓ ઉપસ્થિત.ભારતીય અધ્યાત્મક સમારંભમાં દેશની દિવ્ય સંસ્કૃતિ પર પ્રવચનનો તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા.સર્વ ધર્મના વડાઓ બ્રહ્માકુમારીઝ વિદેશી સેવાની પ્રશંસા કરી.
આબુ - ડીસા - તા - ૧૨ - ૭ - ૨૦૨૪
ભારતીય દિવ્ય સંસ્કૃતિ રાજયોગાના પ્રચાર અર્થે બ્રહ્માકુમારીઝ ની ૧૯૬૦ થી વિદેશોમાં સેવા ચાલુ છે વિદેશિઓને ભારતીય સંસ્કૃતિની ઓળખ અને અધ્યાત્મ જીવન શૈલી અપનાવવા ૧૪૦ દેશો સુધી બહેનો પહોંચેલ છે ત્યારે યુએસ ના સિલિકોન વેલીમાં વિશાળ રાજયોગા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર ભવનના ઉદઘાટનમાં અમેરિકા રાષ્ટ્રપતિ ના ખાસ સલાહકાર અજય ભુદોરીયા ત્યાના મેયર અને ઉચ્ચ પ્રશાસનીક અધિકારીઓ સહિત સર્વ ધર્મના વડાઓને નિમંત્રણ પાઠવેલ વિશાળ સમારંભમાં સર્વની ઉપસ્થિતિમાં સંપૂર્ણ ભારતીય પરંપરા પ્રમાણે દીપક પ્રગટાયુ શાંતિ શ્લોક ઓમ શાંતિના ઉચ્ચારણ અને રાજયોગા મેડીટેશન સાથે વિદેશની ધરતી પર રાજયોગા મેડીટેશન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવેલ આ પ્રસંગે અમેરિકાના સેન્ટર ડાયરેકટર ડો રાજયોગીની મોહિની દીદી લંડન થી ડો.બીકે જયંતીજી તથા અનેક દેશોના બ્રહ્માકુમારીઝ ના વડાઓ એ ઈશ્વરીય જ્ઞાનનું મહત્વ બતાવેલ.
સર્વ ધર્મના વડાઓ એ સંસ્થાના વિદેશમાં માનવસેવાના કાર્યને બિરદાવી ભારતીય અધ્યાત્મકતાને વિશ્વના ૧૪૦ દેશોમાં પહોંચવા બદલ બહેનોને સન્માનિત કરવામાં આવેલ સાથે વિદેશી બ્રહ્માકુમકુમાર ભાઈ બહેનોએ સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ ત્યારે ઉપસ્થિત વિશાળ મહાનુભાવો એ ભારત દર્શનનો અનુભવ કરેલ તથા ભારતીય દિવ્ય સંસ્કૃતિને અધ્યાત્મ જીવન શૈલીને અપનાવવાનો સંગઠિત દ્રઢ સંકલ્પ કરેલ.
Editorial Report by Dr Rajesh Bhojak