આપણે સૌ જેમના કાવ્યો વિદ્યાર્થીકાળમાં ભણ્યા છીએ, એ ગુજરાતીના *મહાકવિશ્રી ઉમાશંકર જોશી* ની 113 મી જન્મ - જયંતિ સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહકાર સાથે મોદી ગ્રાઉન્ડ સામે, ગાયત્રી રોડ ખાતે આવેલ મહાસિદ્ધિ લાઇબ્રેરી, હિંમતનગર ખાતે ઉત્સાહભેર ઉજવાઈ. આરંભે, પ્રો૦ નીલિમા પટેલે સરસ્વતી-વંદના કર્યા બાદ કાર્યક્રમ-સંચાલક *ડો. ભારતી ચૌધરી* એ પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો. *મહાસિદ્ધિના સંચાલક શ્રી વિજયકૃષ્ણ અર્ટોરા* એ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું, બાદમાં જાણીતા સાહિત્યકાર-વક્તા *શ્રી પ્રાગજીભાઈ ભાંભી તેમજ રમેશ પટેલ "ક્ષ"* એ ઉમાશંકરજી વિશે વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યા. સાથે, અતિથિ-વિશેષ *શ્રી જગદીશ જોષી* એ ઉમાશંકરજીના "ભોમિયા વિના ભમવા'તા ડુંગરા..."ના યાદગાર ગીત સાથે અન્ય કાવ્યો પણ રજૂ કર્યા, તો મુખ્ય મહેમાન *શ્રી ગૌરાંગશરણ દેવાચાર્યજી* એ એમની રસાળ શૈલીમાં ઉમાશંકરજીના જીવનના અનેક પાસા રજૂ કર્યા. અંતે, *ઇલાબેન રાવલે* આભાર-દર્શન કરેલ.
કાર્યક્રમમાં હાજર રહેલા મહાનુભાવોમાં મુખ્યત્ત્વે શ્રી નરસિંહભાઈ ચૌહાણ, હંસરાજભાઈ સાંખલા, અરવિંદ ટાંક, ડો. ફૂલચંદ ગુપ્તા, યતિનબેન મોદી, છાયા જોશી, પલ્લવી ગુપ્તા, વિદ્યાબેન કુલકર્ણી, સોનલ મહેતા, પ્રીતિ પંડ્યા, ભરત જોશી, જયંતીભાઈ પ્રજાપતિ, જયેશ પરમાર, રામભાઈ ચારણ, અમિત રાવલ, એન.સી.પટેલ, બાબુલાલ રામી, રામજી પટેલ, મહંત સુનિલ દાસજી, દિનેશ પરમાર, ગોવિંદ ચૌધરી, મહેન્દ્ર સુથાર, મનહરભાઈ મહેતા, ભરત વ્યાસ, અરવિંદ પટેલ, કનુભાઈ સુથાર, આગમન લેઉવા વગેરેનો સમાવેશ હતો. તેમજ લાઇબ્રેરી સ્ટાફ-સ્ટુડન્ટમાંથી છાયા રાવલ, કલ્પના પંચાલ, પ્રિયંકા શાહ, મેઘા દેસાઈ, રાહુલ કુમાવત વગેરે સેવા આપી હતી.
અંતે, "મહાસિદ્ધિ" ફ્રી લાઈબ્રેરી તરફથી *પ્રજાહિત* માં જણાવાયેલ છે કે ગરીબ વિદ્યાર્થીઓ માટે આ *લાઇબ્રેરીમાં કોઈ ફી નથી.* તે જ રીતે, *સ્કૂલ/કોલેજના ગમે તે ગરીબ વિદ્યાર્થીઓને લાઇબ્રેરી દ્વારા નોટબુક-ચોપડાના સેટનું દાન પણ અપાય છે. સાથોસાથ, ગમે તે નાના બાળકોને બર્થડે-ગિફ્ટ તરીકે રમકડાની ભેટ અપાય છે.* વળી, *ગુજરાત તેમજ ગુજરાત બહારના સાહિત્યકારો-કલાકારોના જન્મદિન ઉજવતું "સાહિત્ય-આર્ટ-ફિલોસોફી" નામનું whatsapp ગ્રુપ* પણ ચલાવાય છે ! - જે બધા અંગે વિશેષ માહિતી માટે -