વરિષ્ઠ પત્રકાર વસંત મહેતા પોતાના મિડીયા ગુરુઓને યાદ કરે છે
ભણવું તું પણ ભણાયું નહીં છતાં આજે પણ મારી મા ના શબ્દો યાદ આવે છે, એ કહેતા કે તારા નસીબનું કોઈ છીનવી નહીં શકે. તારામાં આવડત છે અનુભવ છે એટલે તું એક દિવસ નામના મેળવીશ. અને શ્રી રામુભાઈ પટેલ સાનિધ્યમાં ( વેસ્ટન ટાઇમ્સ ) રહી ઘણું માર્ગદર્શન મળ્યું તેમજ પત્રકાર બનવાનો મોકો મળ્યો. વેસ્ટન ટાઇમ્સમાં અંદાજે 30 વર્ષ કામ કર્યું, ત્યારબાદ સૂર્ય કાલના સ્થાપક શ્રી જગદીશભાઈ દવે ના માર્ગદર્શનથી સૂર્યકાલમાં ઘણું બધું શીખ્યો જે વેસ્ટન ટાઇમ્સમાં અધૂરું હતું. આજે શિક્ષક દિવસના દિવસે મારી મા આ બે મહાનુભવોને કેમ ભૂલી શકાય! સૂર્યકાલમાં લગભગ ૮ વર્ષ કામ કર્યું ત્યારબાદ 2018 પછી બંને પેપર માંથી નિવૃત્ત થયો. આજે ઘરે બેઠા પણ નાના મોટા લેખો અને આર્ટીકલ નાના મોટા પેપરમાં મોકલી આપું છું અને વાચકોના મન સુધી પહોંચી શકું છું. આ બધું ત્રિદેવની પ્રેરણાથી જ સંભવિત બનતું હોય છે. પૂર્વ જન્મની કોઈ લેણદેણ હતી ત્યાં સુધી બંને મહાભવો સાથે કામ કર્યું.🌹વસંત મહેતા (દાદુ) અંતમાં એક વાત કરી લઉં આ દાદુ નામ છે ને એ મને અજયભાઈ દવે એ આપ્યું છે.





