૨૦ ટીમો એ હિન્દી અને સંસ્કૃત ભાષા માં ગીતો માં દેશભક્તિ ને સ્વરબદ્ધ કર્યા
ભારત વિકાસ પરિષદ બોપલ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગામ પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 31 8 24 ના શનિવારના રોજ અનંત નેશનલ યુનિવર્સિટી ના ઓડિટોરિયમ માં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોપલ વિસ્તારની વિવિધ સ્કૂલની સમૂહમાં પોતાનું સંગીત અને સિંગિંગ નું કૌશલ્ય રજૂ કર્યું હતું આ પ્રસંગે સ્પર્ધકો અને બીજામાં મુખ્ય મહેમાન તરીકે ડીજીપી સિવિલ ડિફેન્સ અને જનરલ કમાન્ડન્ટ હોમગાર્ડ ગુજરાત રાજ્ય શ્રી મનોજભાઈ અગ્રવાલ ips અને દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ઉત્સવભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા .સાથે સંસ્થાના હોદ્દેદારો, શાળાઓ ના આચાર્ય, શિક્ષકો , વિદ્યાર્થીઓ થી હોલ સંપૂર્ણ ભરાઇ ગયો હતો.ભારત વિકાસ પરિષદ બોપલના પ્રમુખશ્રી પ્રવીણભાઈ રાખોલીયા એ આવકાર પ્રવચન આપતા વિવિધ સ્કૂલના બાળકોને આવાહન કર્યું હતું કે આગની આ સ્પર્ધામાં આપનો પરફોર્મન્સ એવી રીતે આપો કે જેથી આપણો આ કાર્યક્રમ જુના અને સાંભળનાર લોકોમાં દેશભક્તિની ભાવના નો પ્રવાહ વહ્યા કરે.નિર્ણાયક બહેનોએ ઉચ્ચાર, જોશ,લય,હાવભાવ અને સંગીતના તાલમેલ જેવા માપદંડો ચકાસીને પરિણામ આપ્યું હતું.તેઓએ જીતનાર ને અભિનંદન સાથે અવિજેતા ટીમોને પણ પ્રોત્સાહિત કરી અભિનંદન આપ્યા હતા.સ્પર્ધાના અંતે વિજેતા ટીમો ને પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને બિરદાવવા માં આવ્યા .વિજેતા ટીમોની તસવીરો લેવા માટે પ્રેક્ષકો ઉત્સુક બન્યા હતા.કાર્યક્રમના અંતે સૌ માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવી હતી.
https://drive.google.com/drive/folders/16TmBrSEKurremRN6ShU60_aupoRiePkf?usp=sharing





