Views: 116
Read Time:1 Minute, 26 Second
..’સંસ્કાર વિભૂષણ એવોર્ડ’ દ્વારા સન્માન..
*"મહાસિધ્ધિ ફ્રી લાઇબ્રેરી", હિંમતનગર* ના સંચાલક *શ્રી વિજયકૃષ્ણ રાવલ "અર્ટોરા"* ને અખિલ ભારતીય સંસ્થા *"સંસ્કાર ભારતી"* તરફથી ડો. આંબેડકર યુનિવર્સિટી હોલ, અમદાવાદ ખાતે તાજેતરમાં ગુજરાતના *રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સંસ્કાર સન્માન - 2024 એવમ સંસ્કાર વિભૂષણ માનપત્ર"* એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં સંસ્કાર ભારતીના *અધ્યક્ષ શ્રી અભેસિંહજી રાઠોડ, પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવ, મહામંત્રી શ્રી જયદીપસિંહજી રાજપુત, કોષાધ્યક્ષશ્રી જગદીશ જોશીની સાથે સાબરકાંઠા જિલ્લા - અધ્યક્ષ શ્રી પ્રો-ડો. અરવિંદ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી નિરંજન શર્મા, મંત્રી શ્રી મહેન્દ્ર પંડ્યા, ખજાનચી શ્રી કનુભાઈ સુથાર, સભ્ય શ્રીમતી ઇલાબેન રાવલ* વગેરે સૌએ સાહિત્ય ક્ષેત્રે એમની *"મહાસિદ્ધિ લાઇબ્રેરી - પ્રવૃત્તિ"ને અજોડ - ગુજરાતના ગૌરવ* સમાન ગણાવીને અભિનંદન પાઠવ્યા હતા.



