ભાજપ મણિનગર વિધાનસભાના
ધારાસભ્યશ્રી અમુલ ભાઈ ભટ્ટ દ્વારા યોજાયો નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ
નૂતન વર્ષ પૂર્ણ થયું પરંતુ સ્નેહમિલન નો દોર હજુ ચાલુ છે. આવો જ એક સ્નેહમિલન કાર્યક્રમ મણિનગર વિસ્તારમાં યોજાયો હતો.આ સમારંભ ની માહિતી આપતા ડૉ રાજેશ ભોજક એ જણાવ્યું હતું કે
શનિવારે સાંજે:- 07.00 કલાકે સાંઈ ઝુલેલાલ ઓપન એર થિયેટર, કાંકરીયા ખાતે ધારાસભ્ય અમૂલ ભાઇ ભટ્ટ દ્રારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો.. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન હરીનભાઈ પાઠક, અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, બાપુનગર ના ધારાસભ્ય દિનેશભાઈ કુશવાહ,કાંકરિયા સ્વામિનારાયણ મંદિરના મહંતશ્રી તથા ઔડા ના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્રભાઈ શાહ તથા અન્ય મહાનુભવો , સિનિયર સુનીલ સીટીઝન ક્લબ ના મેમ્બરો, વિવિધ એનજીઓ, વિસ્તાર સોસાયટી ના ચેરમેન સેક્રેટરીઓ તથા મોટી સંખ્યામાં વિસ્તારમાં નાગરિક નવા વર્ષના વધામણાં સાથે ઉપસ્થિત રહ્યા હતા . આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટએ લોકો આવકાર્ય હતા.સ્નેહમિલન દિવાળી ના થોડા દિવસ પછી યોજવાનું કારણ જણાવતાં અમૂલ ભાઈ એ કહ્યું હતું કે નાગરિકો અને મહાનુભાવો પોતાના પારિવારિક આયોજનો માંથી પરવારે અને શાંતિથી મળી શકે તે માટે આ આયોજન મોડું કરાયું હતું. સ્નેહમિલન સાથે તેમણે પોતાના મતવિસ્તાર ના કાર્યો માટે તેઓ કટિબદ્ધ હોવાની ખાત્રી આપી હતી.




