દરિયાપુરના ધારાસભ્યના પુત્રીએ પ્રી વેડિંગ પ્રથામાં સંસ્કાર ઉમેર્યા.
ધારાસભ્ય કૌશિક જૈનના પુત્રી જલ્પા જૈન લગ્ન પહેલા ફોટોગ્રાફી સહિત ના મોડર્ન રિવાજો ને બાજુ મૂકી નવો ચીલો ચીતર્યો હતો. જગન્નાથ મંદિરના સાંનિધ્ય માં સુંદર અભિગમ અપનાવી તેમણે નવી પેઢીના સંતાનો ને પ્રેરણા મળે તેવું કાર્ય કર્યું હતું.
ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ મુજબ લગ્ન એક સંસ્કાર છે,લગ્નને એક પવિત્ર બંધન તરીકે જોવામાં આવે છે,
ત્યારે ભારતીય સંસ્કૃતિમાં દાન અને સેવાનું વિશેષ મહત્વ છે, ત્યારે વેસ્ટર્ન ક્લચર મુજબ પ્રિવેડિંગ કરાવવાના બદલે સંપૂર્ણ ભારતીય પરમ્પરા પ્રમાણે દેવ દર્શન, સાધુ સંતોના આશીર્વાદ અને ગૌસેવા કરીને જલ્પાએ પોતાના પરિવાર ના સંસ્કારને પ્રદર્શિત કર્યું હતું.
તેમણે આજે 24 નવેમ્બરના રોજ ભગવાન જગન્નાથ મંદિર ખાતે સવારે 10.30 વાગ્યે દર્શન કરી મંદિર ખાતે ગૌસેવા અને સાધુ સંતોના આશીર્વાદ લીધા હતા.




