હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અમદાવાદના વિવિધ સ્થળો પર બાંગ્લાદેશમાં બની રહેલા હિંદુ વિરોધી ઘટનાક્રમના વિરોધમાં ધારણા અન અને પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.આ પ્રદર્શન દ્વારા જન જાગૃતિ લાવવા માટે સમિતિ દ્વારા વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે.
જોવાની વાત એ છે કે આ ઘટનાક્રમ લાંબા સમયથી ચાલી રહ્યો છે .તેના પડઘા ભારત પર અને વિશ્વભરમાં પડી રહ્યા છે .લોકોને આશા છે કે સરકાર કોઈ નક્કર પગલાં લઈને બાંગ્લાદેશમાં ભોગ બની રહેલા હિંદુઓને મદદ કરશે. બીજી તરફ દેશના વિવિધ સંગઠનો અને હિંદુ હિત રક્ષા સમિતિ જેવા હિન્દુત્વને ભરેલા સંગઠનો વિરોધ પ્રદર્શન અને ધારણા કરીને લોકોને પણ જાગૃત કરવાની કોશિશ કરી રહ્યા છે.
એક મત એવો પણ છે કે જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ અત્યાચારોના ભોગ વધુ લોકો બની રહ્યા છે .જેટલા જલ્દી પગના લેવાય તેટલું ત્યાંના હિન્દુઓને રાહત રૂપ બની શકે એમ છે ભારત આજે વિશ્વની સર્વોચ્ચ સત્તામાં સારી નામના ધરાવે છે તે જોતા ભારત ધારે તો વિશ્વભરના દેશો પર આ બાબતમાં વચ્ચે પડીને બાંગ્લાદેશને કાબુમાં લાવી શકે છે.
ભારતના ઇતિહાસમાં સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા અનેક બહા દુરી ભર્યા મિશન પાર પડ્યા છે. હિંદુઓ ની રક્ષા માટે હવે જન જાગૃતિ સાથે તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ તેવું લોકો માને છે.




