ખ્યાતનામ ભઠ્ઠા, વાસણા રામજી મંદિરના મહંત માટે કોર્ટ દ્વારા સ્ટે મળ્યો
અમદાવાદ પ્રતિનિધિશ્રી,
અમદાવાદ ખાતે આવેલ ખ્યાતનામ વાસણા રામજી મંદિરના મહંત નો વિખવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો. રામજી મંદિરના મહંત નું નિધન થવાથી તેમની જગ્યાએ મહંત તરીકે કબજેદાર તરીકે માન્ય મહંત ન હતા.
રામજી મંદિરનો વિવાદ અખાડામાં ગયો હતો. તેઓએ સર્વાનુમતે મતે અમદાવાદના રામજી ભક્ત શ્રી વિરાજ દેસાઈને ઓથોરિટી આપી હતી. શ્રી વિરાજ દેસાઈએ સનાતન ધર્મ માટેના વિજય માટે કોર્ટનો આશરો લીધો હતો.
પૂર્વ નિધન પામેલા મહંતે રાજસ્થાનના એક મહંતશ્રી વૈદેહી શરણની નિમણુંક કરી હતી.
રામજી મંદિરના મહંતના વિખવાદ અંગે વિરાજ દેસાઈએ આજે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં વિરાજ દેસાઈએ છણાવટ કરીને આ વિગતો લઈને કોર્ટમાં ગયા હતા જેમાં કોર્ટે દ્વારા છણાવટ કરીને દલીલો સાંભળીને કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે જેની નકલ દરેક પત્રકારોને આપી હતી.




