અર્થ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ મોરેશિયસથી ગિફ્ટ સિટીમાં સ્થળાંતર કરનારું પહેલું ફોરેજ ડિસ્ટ્રેસ્ડ ડેટ ફંડ બન્યુ
3 વર્ષમાં 1 અબજ ડોલરની એયુએમ હાંસલ કરવાનું લક્ષ્ય
મુંબઈ, 17 ડિસેમ્બર, 2024 – મોરેશિયસમાં હેડક્વાર્ટર ધરાવતા અને ભારતમાં ડિસ્ટ્રેસ્ડ એસેટ્સ અને સ્પેશિયલ સિચ્યુએશન્સમાં રોકાણ કરતા સેબી-રજિસ્ટર્ડ ફંડ અર્થ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડે ગિફ્ટ સિટીને વિશ્વ કક્ષાનું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (આઈએફએસસી) બનાવવા માટે વડાપ્રધાન મોદીની મહત્વાકાંક્ષાને પ્રતિસાદ આપતા તેનું ડોમિસાઇલ મોરેશિયસથી ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં ખસેડ્યું છે અને આ પહેલ કરનાર પહેલી ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર (એફપીઆઈ) બન્યું છે.
“2023માં મોરેશિયસમાં વેરિયેબલ કેપિટલ કંપની (VCC) માળખા હેઠળ શરૂ કરવામાં આવેલા અમારા રેડિયન્ટ કેપિટલ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ઇન્કોર્પોરેટેડ VCC સબ ફંડ 1 ગિફ્ટ સિટીમાં સ્થળાંતર કરનાર પ્રથમ સેબી-રજિસ્ટર્ડ કેટેગરી 1 ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર બની ગયું છે જે ડિસ્ટ્રેસ્ડ એસેટ્સમાં વિશેષતા ધરાવે છે” એમ અર્થ ભારત ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ આઈએફએસસી એલએલપીના ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર સચિન સાવરીકરે જણાવ્યું હતું. “ફંડના કાયમી સ્થાન તરીકે આ સ્થાનાંતરણ વડા પ્રધાન મોદીના ગિફ્ટ સિટીને ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ તરીકે સ્થાપિત કરવાના વિઝનને અનુરૂપ છે.”
ડોમિસાઇલના ટ્રાન્સફરના ભાગરૂપે રેડિયન્ટ કેપિટલ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ VCC સબ ફંડ 1 અર્થ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ નામના નવા સ્થાપિત, આઈએફએસસી-રજિસ્ટર્ડ એકમમાં મર્જ થશે. આ સ્પેશિયલ સિચ્યુએશન્સ/ડિસ્ટ્રેસ્ડ ડેટ ફંડ ટ્રાન્ઝિશન નક્કી કરવા માટે લેણદારો તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ્સ (એનઓસી)ની પ્રતીક્ષા કરી રહ્યું છે. 7 વર્ષનો આયોજિત સમયગાળો ધરાવતું આ ફંડ ભારતમાં એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઝ (એઆરસી) દ્વારા ઇશ્યૂ થયેલી સિક્યોરિટી રિસિપ્ટ્સ (એસઆર)માં રોકાણ કરે છે. અર્થ ભારત ઓપરેશનલ એસેટ્સ દ્વારા સમર્થિત હોય તેવી નોન-પર્ફોર્મિંગ એસેટ્સ રજૂ કરતી એસઆરને પસંદ કરે છે અને સુનિશ્ચિત કરે છે કે ફંડ તેની ફંડ લાઇફમાં રોકાણકારો માટે વળતર ઊભું કરે.
સાવરીકરે ઉમેર્યું હતું કે “અમારું અર્થ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ યુનિટધારકોને રોકેલી મૂડી પર પાંચ ગણાથી વધુ વળતર આપવાના માર્ગ પર છે જે અદ્વિતીય પરિણામો હાંસલ કરવાની અમારી ક્ષમતા દર્શાવે છે.”
આ ફંડ પ્રાઇવેટ ઇક્વિટી ક્ષેત્રે ઉદ્યોગના અગ્રણી તથા ભૂતપૂર્વ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી ફંડ મેનેજર સચિન સાવરીકર દ્વારા પ્રમોટેડ અર્થ ભારત ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ આઈએફએસસી એલએલપી દ્વારા મેનેજ કરવામાં આવે છે.
ગિફ્ટ સિટી માટે વડાપ્રધાન મોદીના વિઝનને વધુ વેગ આપવા માટે અર્થ ભારત તેની આઈએફએસસી કામગીરીને 3 નવા ફંડ્સ લોન્ચ કરવ માટેની તેની વિકાસ યોજનાઓ માટેનો આધાર બનાવવાની પણ યોજના ધરાવે છે. આ તેની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)ને આગામી ત્રણ વર્ષમાં રૂ. 1,100 કરોડથી વધારીને 1 અબજ ડોલર કરવામાં મદદ કરશે. આ ફંડ વિદેશમાં રહેતા બિન નિવાસી ભારતીયો અને ભારતના અલ્ટ્રા હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલ્સ (UHNIs) ને પણ વેચવામાં આવશે, જેઓ ગ્લોબલ ડાયવર્સિફિકેશન ઇચ્છે છે.
“ગિફ્ટ સિટીમાં અગ્રણી તરીકે અમે લોન્ચ કરવાની યોજના ધરાવીએ છીએ તે નવા ફંડ્સ અમારા પોર્ટફોલિયોને વધુ ડાયવર્સિફાઇ કરશે અને ગ્લોબલ ઇન્વેસ્ટર્સની વધતી જરૂરિયાતો સંતોષશે.”
2025માં લોન્ચ થનારા સ્ટ્રેટેજીક ન્યૂ ફંડ્સ
તેના મજબૂત ટ્રેક રેકોર્ડને આધારે, અર્થ ભારત 2025માં ત્રણ નવા ફંડ્સ રજૂ કરવાની યોજના ધરાવે છે:
- હેજ ફંડ (યુએસ રિટેલ સેક્ટર): આ ફંડ યુએસ રિટેલ સેક્ટરમાં લોંગ/શોર્ટ પોઝિશન લઈને ત્રિમાસિક ધોરણે માર્કેટ રિટર્ન કરતાં 3-5 ટકાના આલ્ફા જનરેશનને લક્ષ્યાંક બનાવે છે.
- ગ્લોબલ આર્બિટ્રેજ ફંડ: આર્બિટ્રેજ વ્યૂહરચનાનો ઉપયોગ કરીને વાર્ષિક 8-10 ટકાના સ્થિર, ઓછા જોખમવાળા યુએસ ડોલર વળતર માટે રચાયેલ છે.
- ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન (એફએમપી): 3-4 વર્ષની ક્ષિતિજમાં યુએસડીમાં 9-10 ટકા વાર્ષિક વળતરનું લક્ષ્ય. આ ફંડ અનુમાનિત આવક માટે રચાયેલ છે.
ગિફ્ટ સિટીમાં સ્થળાંતરના ફાયદા
અર્થ ભારત માને છે કે તેમની કાયમી સ્થાનને મોરેશિયસથી ગિફ્ટ સિટીમાં ખસેડવાથી અનેકવિધ લાભ થશે. સાવરીકરના જણાવ્યા મુજબ ગિફ્ટ સિટીમાં રેગ્યુલેટર ખૂબ જ મૈત્રીપૂર્ણ અને બિઝનેસ-ફ્રેન્ડલી છે. “શરૂઆતમાં નિયમો સ્થાનિક મોડલને અનુસરતા હતા જેમાં માઇક્રો મેનેજમેન્ટ સામેલ હતું પણ હવે તેઓ આઈએફએસસી માટે વધુ અનુકૂળ માળખામાં વિકસિત થયા છે. આ સુગમતાએ અમારા માટે નિયમનકારી વાતાવરણમાં આગળ વધવાનું અને અમારી વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સરળ બનાવ્યું છે” એમ તેમણે ઉમેર્યું હતું.
અર્થ ભારતને અપેક્ષા છે કે ગાંધીનગર આઈએફએસસીમાં હાજરીથી તેઓ મોરેશિયસ જેવા નાના રાષ્ટ્રમાં ઉપલબ્ધ છે તેની સરખામણીમાં ભારતમાં તેમની કામગીરી માટે મોટી સંખ્યામાં પ્રતિભાઓ આકર્ષી શકશે. “અન્ય ન્યાયક્ષેત્રોમાં રહેલા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઈ)થી વિપરીત, અમે હવે સમર્પિત ટીમ સાથે ભારતમાં ભૌતિક હાજરી ધરાવીએ છીએ. આ સ્થાનિક હાજરી અમને મજબૂત ટેલેન્ટ પૂલ સુધી પહોંચવામાં મદદ કરે છે અને ભારતીય બજારમાં મૂલ્યવાન આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે. અમારું માનવું છે કે આ આગળ જતાં ફંડના પ્રદર્શનમાં નોંધપાત્ર વધારો કરશે” એમ સાવરીકરે જણાવ્યું હતું.




