“લઘુતાગ્રંથિની પ્રજાલોજી”હું ત્યારે ત્યારે લઘુતાગ્રંથિ અનુભવું છું….મને ત્યારે ત્યારે અચૂક ઇન્ફિયારિટી કોમ્પલેક્ષ આવે છે…સામાન્ય રીતે અમિતાભ બચ્ચન કે સચિન તેંડુલકર જેવા મહાનુભાવો ને મળેલ સફળતાઓ અને સિદ્ધિઓથી હું ચોક્કસ આનંદ અને પ્રેરણા મેળવું છું…. પણ તેઓ જેવા પ્રતિભાવંત મહાનુભાવોથી ક્યારેય પણ લઘુતાગ્રંથિ નથી અનુભવતો… કારણ કે, તેમણે સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને મળે તેવા સામાન્ય સંજોગો અને પરિસ્થિતિ માં પોતાનો સંઘર્ષ કરીને આ સફળતાઓ મેળવેલ છે. બેશક તેમની મહેનત અને પ્રયત્નો વંદનને પાત્ર છે.પણ, તેમની પાસે પણ આપણી જેમ બે હાથ, બે પગ, બે આંખો, બે કાન, એક તંદુરસ્ત મગજ અને અન્ય સામાન્ય અંગો હોય છે જ.વાત ત્યારે બને છે જ્યારે આ પ્રકારના અંગોની ક્ષતિ હોય અથવા આ પ્રકારના કોઈપણ અંગથી કુદરતે વંચિત રાખ્યા હોય..જી, હું એમ જ કહેવા માંગુ છું કે, જ્યારે આ પ્રકારે દિવ્યાંગ મિત્રો કે જેમને કુદરતે અન્યાય કર્યો છે અને આપણા જેવા સામાન્ય માનવી જેવા અંગ ઉપાંગો થી વંચિત રાખ્યા હોય અને ત્યારે આવા દિવ્યાંગ (Specially able) મિત્ર સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ કરતાં પણ વિશેષ કામ કરી બતાડે…ત્યારે..હું ત્યારે ત્યારે લઘુતાગ્રંથિ અનુભવું છું….મને ત્યારે ત્યારે મને અચૂક ઇન્ફિયારિટી કોમ્પલેક્ષ આવે છે…આજે વધુ એકવાર મળવાનું થયું નાનકડો ઓનલાઇન સેલીંગ નો વ્યવસાય ધરાવતા શ્રી જલ્પા બેન મોદીને…આપણે સહુ જાણીએ છીએ તે પ્રમાણે શ્રી જલ્પાબેન એક દિવ્યાંગ વ્યક્તિ હોવા છતાં પણ પોતાનો સ્વતંત્ર વ્યવસાય તો ચલાવે જ છે પણ સાથે અન્ય મિત્રોને (ખાસ કરીને દિવ્યાંગ મિત્રોને) રોજગારી પણ આપે છે.આપણે શારીરિક રીતે સક્ષમ હોવા છતાં વિવિધ પ્રવૃતિઓમાં માં ભાગ નથી લઇ શકતા ત્યારે શ્રી જલ્પા બેન મોદી પોતાના વ્યવસાય ની સાથે વિવિધ એકઝીબિશનમાં પણ ભાગ લઈ વ્યવસાયની સાથે એવોર્ડ પણ લઈ આવે છે.ઓનલાઈન માર્કેટિંગ દ્વારા તેઓ ઘરે બેઠા તમારા ઉપયોગની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તમારા ઘરે મોકલી આપે છે.પોતાની શારીરિક અક્ષમતા ને નજર અંદાજ કરી પોતાના જીવન નિર્વાહ સાથે સતત અવિરત લડત આપતાં રહ્યાં છે.ત્યારે..હું ત્યારે ત્યારે લઘુતાગ્રંથિ અનુભવું છું….મને ત્યારે ત્યારે મને અચૂક ઇન્ફિયારિટી કોમ્પલેક્ષ આવે છે…ત્યારે…ત્યારે..હું ત્યારે ત્યારે લઘુતાગ્રંથિ અનુભવું છું….મને ત્યારે ત્યારે મને અચૂક ઇન્ફિયારિટી કોમ્પલેક્ષ આવે છે…ચાલો,જલ્પા બેન મોદી ને આપણી ઉપયોગી એકાદ ચીજ વસ્તુનો ઓર્ડર તો આપી દઈએ..અનેહા, શુભેચ્છાઓ પણ આપી દઈએ.જલ્પા બેન મોદી JALPA MODI +919173670405❤️👍❤️”લઘુતાગ્રંથિની પ્રજાલોજી”
લેખ સૌજન્ય : પ્રકાશ જાડાવાલા




