અમદાવાદ શહેરમાં આવેલા મંદિરોમાં ભગવાનની મૂર્તિની આસપાસ પતંગ ફીરકી થી શણગારવામાં આવ્યું હતું ..જેમાં કેમ હનુમાન મંદિર શાહીબાગ, શ્રીનાથજી મંદિર, બહુચર માં ના મંદિર, અંબાજી મંદિર તેમજ કષ્ટભંજન સારંગપુર હનુમાન મંદિરમાં ભગવાનની મૂર્તિ ની આસપાસ પતંગ ફિરકી તલ સાંકળી સિંગ ની ચીકી બોર શેરડી વિગેરે મૂકી શણગારવામાં આવ્યું હતું
સવારથી જ ભક્તજનોએ ઉતરાયણ મહોત્સવ ની ઉજવણી કરી હતી અને દર્શનનો લાભ લીધો હતો. જ્યારે કેટલીક જગ્યાએ દાન પ્રેમીઓએ ગાયને ઘાસ ખવડાવી પુણ્ય કમાયું હતું તો વળી કેટલાક લોકોએ ગરીબ ઝુપડપટ્ટીમાં જઈ બાળકોને તલ સાકરી બોર પતંગ ફિરકી તેમજ વસ્ત્રદાન પણ કર્યું હતું મકરસંક્રાંતિનો દિવસ દાન પુણ્ય કમાવાનો હોય છે