આજે અમદાવાદ ખાતે અજિત પવાર સમર્થિત એનસીપી પાર્ટીની પ્રેસ વાર્તા યોજાઈ હતી. નિકુલસિંહ તોમરની અધ્યક્ષતામાં યોજાયેલ આ પત્રકાર પરિષદમાં એનસીપી ગુજરાત ના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં . નિકુલ સિંહ તોમર એ જણાવ્યું હતું કે ગુજરાત માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી તથા પેટા ચૂંટણીઓમાં એનસીપી ઝંપલાવશે.આ ચુંટણીમાં ઉમેદવારો પસંદગી માટે ૧૧ સભ્યોની સમિતી નીમવામાં આવી છે.આ ચૂંટણીઓ એનસીપી એકલા હાથે લડશે.ભાજપ કે અન્ય પક્ષો સાથે ગઠબંધન ની શક્યતા નિકુલ સિંહ તોમર એ નકારી હતી. સ્થાનિક મુદ્દાઓ,લોક સમસ્યા, પક્ષના અસ્તિત્વને વિકસાવવું અને જુના કાર્યકર્તાઓને ચુંટણીમાં આગળ લાવવા વગેરે કારણોથી આ ચુંટણી લડવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.