ચલો, કુંભ ચલે.. ! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ દ્વારા ગુજરાત ના યાત્રાળુઓને વિશેષ વ્યવસ્થા દ્વારા ભેટ આપવામાં આવી છે. તેમણે આજે કુંભમેળા માટે વોલ્વો બસ ને કેસરી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે “સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્ત્વ છે. મહાકુંભની યાત્રા કરીને આસ્થાની ડુબકી લગાવવાની મહેચ્છા લાખો શ્રદ્ધાળુઓના અંતરમનમાં હોય છે. ગુજરાતના યાત્રિકોની સરળતા માટે રાજ્ય સરકારે અમદાવાદથી પ્રયાગરાજ સુધી ખાસ એ.સી વોલ્વો બસનું આયોજન કર્યું છે.
આજે આ બસ સેવા અંતર્ગત, પ્રથમ બસને કેસરી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું. યાત્રાએ જનાર સૌ શ્રદ્ધાળુઓને સુખદ યાત્રાની હૃદયથી શુભકામના પાઠવું છું. હર હર ગંગે.“