આજે તા 10 ફેબ્રુઆરીના દિવસે વિસનગર આશાપુરા માતા મંદિર નો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.વિસનગરમાં વર્ષો પૂર્વે વસેલા ભોજક નાયક સમાજ ના 60 ઘરો ના પરિવારજનો દ્વારા આ પાટોત્સવ ઉજવવાની પ્રથા પડી હતી.આજે પણ વિસનગર માં વસતા અને બહાર સ્થાયી થયેલા જ્ઞાતિ જનોએ આજે પણ આ પ્રથા ચાલુ રાખી છે.દર વર્ષે વિશ્વકર્મા જયંતીના દિવસે આ મહોત્સવ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે નોંધપાત્ર સંખ્યામાં લોકો આવ્યા હતાં.આ પ્રસંગે આરતી પૂજા બાદ જમણવાર રાખવામાં આવ્યો હતો જેના યજમાન તરીકે નો શ્રેય અમદાવાદ ના સિનિયર પત્રકાર ડૉ રાજેશ ચંપકલાલ ભોજક એ લીધો હતો.સવારના ચા નાસ્તા ના યજમાન વડોદરાના મુકુંદ ડી.ભોજક બન્યા હતા.પાટોત્સવ બાદ મંદિર ના કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં મહત્ત્વના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતાં