ડોક્ટર ભૌમિક શાહ, આંખ નાક અને કાનના નિષ્ણાંત જેઓ બોપલ અમદાવાદઃ ખાતે પેકટીશ કરે છે.અને અનેક નામાંકિત હોસ્પિટલો માં પણ સેવા આપે છે. આજે તેઓ માહિતી આપી રહ્યા છે કાનના રોગો વિશે, તેમાં પણ ખાસ કરીને બહેરાશ વિશે. ડોક્ટર ભૌમિક શાહની ખાસિયત એ છે તે એક કોઈપણ દર્દીને તપાસીને સાચી સલાહ આપે છે. નાક ,કાન કે ગળા નો રોગ કોઈપણ સ્ટેજમાં હોય તેને ઝડપથી અને વધુ નુકસાન ન થાય તે રીતે સાજા કરવા પર તેમનું ખાસ લક્ષ્ય હોય છે . મિલનસાર સ્વભાવ અને સાદગી એ એમની એક ઓળખાણ છે.વધુમાં દર્દી ક્યારે પણ ફોન કરે,તેઓ જવાબ અને માર્ગદર્શન અચૂક આપે છે. એમનું માનવું છે કે કોઈપણ રોગના લક્ષણો જણાય અને કંઈક નાક કાન કે ગળામાં અજુગતું લાગે તો નજીકના કોઈપણ ડોક્ટર ની સલાહ અચૂક લઈ લેવી ,જેથી જે તે રોગ ગંભીર સ્વરૂપ ના પકડે. તેમનું એ પણ કહેવું છે કે લોકો ઘણી વખત આળસના કારણે કે બીક ના કારણે ડોક્ટરને બતાવવાનું ટાળે છે, પરંતુ હિતાવહ એ છે કે કોઈ પણ રોગ વકરે અને લાંબા ખર્ચામાં ઉતરવું પડે ,સાથે સાથે પીડા અને યાતના સહન કરવી પડે …,એના કરતાં સમયસર કોઈ સારા વ્યવસ્થિત અથવા તમારા વિશ્વાસપાત્ર જે પણ ડોક્ટર હોય તેની સલાહ લેવી. બહેરાશને અવગણશો નહીં ,કારણ કે આ બહેરાશ ક્યારેક ,ઘણી વખત ઇમરજન્સી પણ ઊભી કરી દે છે ,ચાહે દર્દીને પોતાના માટે હોય કે તેના પરિવાર માટે.