તમારા કામને જ તમારી સાધના બનાવો…. અમદાવાદ:( વસંત મહેતા વરિષ્ઠ પત્રકાર દ્વારા ) તમારા જીવનમાં ભલે તમને મોટા મોટા રાજકારણી ઓ કલેકટર કે કમિશનરો કે અન્ય ઉચ્ચ હોદ્દા પર બેઠેલા માણસો ઓળખતા હોય પરંતુ એક સામાન્ય ગણાતો માણસ નિસ્વાર્થ ભાવે તમારું કામ ચપટીમાં પતાવી આપે છે જ્યારે પદવી ધરાવનારાઓ તમને ફોન ઉપર કે રૂબરૂમાં આમથી તેમ ફેરવતા હોય છે અને હા વળી ઘણી વખત સામાન્ય માણસ ખૂબ જ સરળતાથી કહી દેતા હોય છે અહી એક બુટ પોલિશ વાળા મોચી અંકલની વાત કરીએ તો તેમની પાસેથી જાણવા મળ્યું કે તમારા કામને જ તમારી સાધના બનાવો જો પછી તમારા જીવનમાં ફેરફાર ના થાય તો અમને જણાવજો આ શબ્દો એક સામાન્ય મોચીનું કામ કરતા કાકાના છે. મેં પ્રશ્ન કર્યો કે આમ કેવી રીતે બને ત્યારે તેમણે જવાબ આપ્યો કે લોકો મોબાઇલ મંતરતા હોય છે અને વેડફી નાખતા હોય છે પણ એટલો જ સમય જો ભગવાનના નામ પાછળ કે હરિ કીર્તનમાં ગાળે તો અચૂક તેમના જીવનમાં પરિવર્તન આવે છે. આ મોચી કાકા બુટ પોલીસ કરતાં કરતાં સરસ મજાનું ભજન ગાઈ રહ્યા હતા એટલે મેં પૂછ્યું કે તમારે તો કાકા મોજે મોજ કાકા એ જવાબ આપ્યો કે ભગવાનની કૃપા છે, સરસ મજાનું કામ મળ્યું,કામ કરતા કરતા સાંજ સુધીમાં કેટલી વખત ભગવાનની માળા થઈ જાય છે અને હરિ કીર્તન પણ થઈ જાય છે. કાકા એમ પણ જણાવ્યું કે મને બહુ ખુશી થાય તો હું ભજન ગાય લઉં છું હરિનું નામ લેવાનો સરસ મજાનો અવસર મળ્યો હોય તો એ વેડફી કેમ શકાય..? સાહેબ મને બહુ સમજ પડતી નથી અને આ ધ્યાન સાધના…..! પણ એટલી સમજ પડે છે કે મારું કામ જ મારી સાધના છે જે કરો તે હરિનું નામ લઈને કરો લે સારું જ થાય..! એમાં કોઈ શંકા નથી. મોટીવેશન માટે સ્પીકરો સેમિનારો કરતા હોય છે ને કહેતા હોય છે કે જે પણ કરો શ્રેષ્ઠ કરો અને અને તમારા કામને જ સાધના બનાવો… હંમેશા લોકો ફરિયાદ કરતા હોય છે કે ભગવાનનું નામ લેવાનો સમય ક્યાં મળે છે..? આમ આવી રીતે આપણે આપણી આસપાસના લોકોને મળતા રહીએ તો ઘણું બધું જાણવા મળે અને સમજવા પણ મળે નાના માણસો પાસેથી ઘણી વખત મોટી પ્રેરણા પણ મળતી હોય છે.!