620 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતું ભગવાન પદ્મનાભનું મંદિર : કોઈપણ જગ્યાએ ચાંદી કે પથ્થરની મૂર્તિ નથી પરંતુ નિરાકાર પૂજાય છે…. અમદાવાદ: (વસંત મહેતા વરિષ્ઠ પત્રકાર દ્વારા ). ગુજરાતી ફિલ્મ છેલાજી રે મારે હાટુ પાટણથી પટોળા લાવજો રે……… આ ગીત ઘણું જ લોકપ્રિય બન્યું છે. એવા પાટણ શહેરના પટોળા જગવિખ્યાત છે અને આજે તો હેરિટેજ સિટી પાટણની વાવ પણ પ્રસિદ્ધ છે પણ ઘણા ઓછા લોકોને ખબર છે ઐતિહાસિક નગરી પાટણમાં રામનગર ખાતે એક અનોખું પદ્મનાભ ભગવાનનું મંદિર આવેલ છે. આ મંદિર 620 વર્ગ જુનો ઈતિહાસ ધરાવે છે આ મંદિરમાં કોઈ ચાંદી કે પથ્થરની મૂર્તિ સ્વરૂપે નથી પણ માટીના ઢગલા સ્વરૂપે એ પણ નિરાકાર પૂજાય છે. મંદિરના સંકુલમાં પદ્મનાભના મુખ્ય મંદિરની સાથે અનેક દેવી દેવતાઓના મંદિર છે અને આ તમામના સ્થાનકમાં માટીના આકાર જોવા મળે છે. એમ કહેવાય છે ભગવાન પદ્મનાભનો જન્મ પાટણના કર્ણ પ્રજાપતિ ને ત્યાં થયો હતો પાટણમાં મઘોલોના સામ્રાજ્ય દરમિયાન પીવાના પાણીની અછત વર્તાતી હતી એટલે તે સમયે શહેરીજનો માટે પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા સરોવરનું નિર્માણ કાર્ય હાથ ધરી પાટણના તમામ સમાજના લોકોને ખોદકામ માટે બોલાવાયા હતા. પરંતુ આ કામ માટે પદ્મનાભ ગયા નહોતા એટલે બાદશાહે એમને દરબાર માં બોલાવી સરોવરના ખોદકામ માટે કેમ નહીં આવવાનું કારણ પૂછતાં પદ્મનાભ ભગવાનની સાત ટોપલીઓ અને ખોદકામના સાધનોની માંગણી કરી પોતાની આધ્યાત્મિક શક્તિ વડે સરોવરનું કોઈ કામ એક જ રાતમાં પૂર્ણ કર્યું હતું. હા ચમત્કાર બાદ બાદશાહના શરીર ઉપર પડેલા ભાટા મટાડવામાં પણ પદ્મનાભજ઼ી એ મદદ કરી હતી. આથી ખુશ થયેલા બાદશાહ એ પદ્મનાભ ને કંઈક માંગવા કહ્યું : એટલે ભગવાને વાડી ની રચના કરવા માટે ખેડીયા વિનાની કુંવારી જગા ની માંગ કરી હતી બાદશાહની અનેક શોધ ખોળબાદ સરસ્વતી નદીના પટમાં એક વિશાળ જગા આપી હતી. ત્યારબાદ ભગવાન પદ્મનાભે વાડીની રચના સ્વયં માટીના ઢગલા સ્વરૂપે બિરાજમાન થયા ભગવાન પદ્મનાભની આપ પવિત્ર ભૂમિ ઉપર 33 કોટી દેવતા 56કોટી યાદવ અને 88 હજાર ઋષિમુનિઓ માટીના ઢગલા સ્વરૂપે બિરાજમાન થયા હોવાની લોકવાયકા જાણવા મળેલ છે. આ મંદિર પરિસરમાં કારતક મહિનામાં સપ્ત રાત્રી મેળો યોજાય છે હા મેળામાં લગ્ન થઈ ગયેલા નવ દંપતિઓ પુન: લગ્ન કરે છે