માધુકરી યોજના-સંઘ શિક્ષા વર્ગ ૧ (વિશેષ)
શિવાજી પ્રભાત શાખા – દક્ષિણ બોપલ નગર
નમસ્તે પ્રિય બંધુઓ,
જેમકે આપ સૌ ને ધ્યાને જ હશે કે, આ વર્ષે ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંત માટેનો સંયુક્ત “સંઘ શિક્ષા વર્ગ-૧ – વિશેષ (પ્રથમ વર્ગ)” તા. ૧૭ મે થી ૨ જુન સુધી, આપણાં જ નગરમાં, સંસ્કારધામ ખાતે યોજાનાર છે.
આ પ્રકારનાં સંઘ પ્રશિક્ષણ વર્ગો દરમ્યાન સમાજની પણ ભાગીદારી રહે એ આશયથી, વર્ગ દરમ્યાન બન્ને સમયનાં ભોજન માટે રોટલી/રોટલા/ભાખરી એ સ્વયંસેવકો ઉપરાંત સમાજનાં સમવિચારી પરિવારો તરફથી આપુર્તી થતી હોય છે, જેથી આ બધા પરિવારો પણ આ વર્ગમાં સહભાગી થઇ શકે એવો શ્રેષ્ઠ ભાવ છે. આ યોજના ને માધુકરી યોજના સ્વરૂપે ઓળખવામાં આવે છે.
દક્ષિણ બોપલ નગર દ્વારા તા. ૨૪-૦૫-૨૦૨૪, શુક્રવાર નાં સાંજનાં ભોજન માટે “ભાખરી” ની વ્યવસ્થા કરવાની છે.
જે પરિવાર આ યોજનામાં સહયોગી થવા ઇચ્છતા હોય તે નીચે આપેલ ફોર્મ ભરી વિગતો આપશો જેથી આગળ સંકલન કરી શકાય.
શિવાજી પ્રભાત શાખા દ્વારા સંકલન માટે, આપે નિશ્ચિત કરેલ સંખ્યામાં ભાખરી, નીચે મુજબ પહોંચાડવાની રહેશે:
https://forms.gle/N5DkkyVuJqrUkzCJ7
તારીખ: તા. ૨૪-૦૫-૨૦૨૪, શુક્રવાર
સ્થાન : અમુલ પાર્લર પાસે, ઔડા ગાર્ડન, દક્ષિણ બોપલ
સમય : સાંજે, ૫:૦૦ થી ૫:૩૦ સુધીમાં
નોંધ:
૧. ઘરે બનાવેલ ભાખરી જ અપેક્ષિત છે.
૨. ભાખરી સુતરાઉ કાપડ કે સિલ્વર ફોઈલ કે કોરા કાગળમાં વીંટાળીને જમા કરાવવી, વાસણ આપવાનું નથી.
૩. અહી ફોર્મ ભર્યા છતાં, અનિવાર્ય સંજોગો વસાત જો ભાખરી પહોંચાડી શકાય તેમ ન હોય તો શાખા કાર્યવાહ ને અગાઉ જાણ કરી આપવી.
૪. પ્રમાણસર ઘી ચોપડેલી મધ્યમ સાઈઝની ભાખરી બનાવવા નમ્ર અનુરોધ છે.
૫. તા. ૨૨/૫ રાત્રી સુધી આ ફોર્મ ભરી શકાશે.
સંપર્ક સુત્ર:
મૌલિકભાઈ વિરપરીયા – 9558514510
જીજ્ઞેશભાઈ ચગ – 9428038797
ડો. આલોકભાઈ કુલશ્રેષ્ઠ – 9725045833
વંદે માતરમ
ભારત માતા કી જય.
🚩🚩🚩





