નેશનલ હાઈવે પર વારંવાર જામ થતો ટ્રાફિકને ઉકેલ મેળવવા માટે એક્શન પ્લાન તૈયાર : પ્રેમવીર સિંહ
દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર ટ્રાફિકજામ થતો હતો તે જગ્યા પર ઉકેલ મેળવવા માટે સ્ટેટ હાઇવે ઓટોરિટી સાથે ટ્રાફિક પોલીસ અને એસપી ડીવાયએસપી સાથે ચર્ચા વિચારણા કરીને જરૂરી રેન્જ આઈ જી દ્વારા અપાયા : આગામી સમયમાં ટ્રાફિક કાયમ માટે ઉકેલની વ્યવસ્થા કરાઈ….
દક્ષિણ ગુજરાતમાં પસાર થતો નેશનલ હાઇવે નંબર 48 પર છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ જગ્યા પર ક્રોસિંગ ના કારણે વાહન વ્યવહાર હાઇવે જામ થથા હોવાના વારંવાર બનાવને પગલે દક્ષિણ ગુજરાતના રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે તમામ એસ.પી અને ડીવાયએસપી કક્ષાના અધિકારી સાથે ટ્રાફિક સમસ્યા ઉકેલ સાથે વિશિષ્ટ તકેદારી રાખવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે જેથી કરીને નેશનલ હાઇવે પર ટ્રાફિક લાંબો જામ નહીં થાય તે વિશેષ કાળજી રાખવાનો નિર્દેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાતના અલગ અલગ જગ્યા પર ક્રોસિંગ ના કારણે નેશનલ હાઇવે નંબર 48 પર લાંબો હાઇવે જામ થવાની ઘટના હવે સામાન્ય બનાવો પામી છે જેને લઈને સ્થાનિક ગ્રામીણ પ્રજા સાથે વાહન ચાલકોને પણ ભારે પરેશાની નો સામનો કરવો પડે છે એક તરફ ભારે ગરમીના લઈને વાહનચલકની હાલત ભારે કફોડી થવા પામી છે સુરત જિલ્લાના કામરેજ થી કીમ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકજામ થયાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ આ ટ્રાફિકને લઈને રસ્તો બદલવાની ફરજ પડી હતી કેટલાક સમયથી મંત્રીઓ પણ સુરત આવવા માટે કે દક્ષિણ ગુજરાતના પ્રવાસ માટે અંદરના રસ્તાઓ પસંદ કરતા હોય છે જેથી કરીને નેશનલ હાઈવે પર ભારે જામમાં ફસાઈ જવા કરતાં અંદરના રસ્તેથી સરળતાથી પહોંચી જતા હોય છે આ સમસ્યા ના નિકાલ કરવા માટે હવે રેન્જ આઈ.જી પ્રેમવીર સિંઘ એક્શનમાં આવ્યા છે તેમને અલગ અલગ દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી તાપી સુરત અને ડાંગ વિસ્તારમાં અમુક અમુક જગ્યા પર સ્ટેટ અને નેશનલ હાઈવે પર ક્રોસિંગ ના કારણે ટ્રાફિકજામ થઈ છે અને જોતજોતમાં ટ્રાફિકની લાંબી લાઈન લાગી જતી હોય છે જેનો નિકાલ કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી અને સ્થાનિક પોલીસ તેમજ સ્ટેટ ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયંત્રણ કરી શકતી નથી જેના કારણે હવે રેન્જ આઈ જી પ્રેમવીર સિંગ પોતાના તાબા હેઠળ આવતા પાંચ જિલ્લાના એસપી અને ડીવાયએસપી સાથે વારંવાર થતો ટ્રાફિકજામને લઈને તેની સમસ્યાનો નિકાલ કરવા માટે જરૂરી નિર્દેશ પણ આપ્યા છે આગામી સમયમાં આ અંગે સ્થાનિક પોલીસ સાથે ટ્રાફિક પોલીસ પણ ટ્રાફિક નિયંત્રણ કરવામાં જોયતરાઈ જશે જેને લઈને આવ્યા હાઈવે પર ટ્રાફિકજામ સમસ્યા મહઅંશ ઉકેલા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે નેશનલ હાઈવે ઓટોરીટી અધિકારી અને સ્ટ્રેટ ટ્રાફિક સાથે સ્થાનિક ટ્રાફિક પોલીસના અધિકારી અને સ્થાનિક અધિકારીઓને પણ કયા કયા વિસ્તારમાં ટ્રાફિક જામ થાય છે તેની વિગતો મેળવી કેવી રીતે ઉકેલ થાય તે માટેની સંપૂર્ણ તૈયારીઓ સાથે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે આગામી સમયમાં ટ્રાફિક સમસ્યા નો ઉકેલ મેળવવા માટે જ આ તમામ પગલાં ભરવાનો નિર્દેશ રેન્જ આઈજી દ્વારા આપવામાં આવ્યું છે




