*અમદાવાદ ગાંધીનગર રાજ માર્ગ ઉપર આવેલ કોબા જૈન તીર્થ ખૂબ જ રમણીય છે. તે તીર્થના પ્રેરણા દાતા પૂજ્ય આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિશ્વરજી મહારાજ સાહેબ છે. બે માળનું ભવ્ય જિનાલય છે. ઉપરના ભાગમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી છે. નીચે ભૂમિગૃહમાં શ્રી આદિનાથ ભગવાનની રમણીય પ્રતિમા છે.*
*પ્રતિ વર્ષ 22મી મે ના રોજ બપોરે 2 કલાક ને 7 મિનીટે મૂળનાયક શ્રી મહાવીર સ્વામીના લલાટે તિલક પર સૂર્યના કિરણ આવે છે. આ દ્રશ્ય જોવા માટે ઘણા ભાવિકો આવે છે. આ સમયે શાસન પ્રભાવક આચાર્ય શ્રી* *કૈલાશસાગરસૂરિશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામેલ હતા. તેની સ્મૃતિમાં આ તીર્થ બનેલ છે. તેમનું સમાધિ મંદિર છે.* *તેમાં ગૌતમ સ્વામીની મૂર્તિ અને પૂજયશ્રીના સ્ફટિકના ચરણ પાદુકા બિરાજમાન છે. ભવ્ય અને વિશાળ જ્ઞાન મંદિર છે. આ જ્ઞાન ભંડારમાં આગમ , જ્ઞાન , દર્શન , યોગ ,* *વ્યાકરણ , ઈતિહાસ આદિ વિષયોના ગ્રંથો છે. 3000થી વધુ તાડપત્રીય ગ્રંથો છે.