મજબૂર મીડિયા ને મજબૂત બનાવાની જરૂર
ચોથી જાગીરને ફરીથી પોતાનું ગૌરવ સન્માન પાછું મેળવવું જોઇએ
માઉન્ટ આબુ ખાતે રાષ્ટ્રીય મીડિયા કોન્ફરન્સ ના છેલ્લાં સત્રના દિવસે વિષય હતો ઈશ્વરીય જ્ઞાન તથા બુદ્ધિથી સાથે આત્મ સશક્તિકરણ. ડો રાજેશ ભોજક એ જણાવ્યું કે પોતાના સશક્તિકરણ માટે ઈશ્વરના જ્ઞાન અને બુદ્ધિનો ઉપયોગ કરવો ,એટલે કે સશક્તિકરણ સારા માર્ગે કરવું. જેથી કોઈનું નુકશાન કર્યા વગર શક્તિ મળે.બીજું પોતાની કમીઓ પોતાની ઊણપ શોધવી અને તેને દૂર કરીને સશક્ત થવું .એમણે એ પણ જણાવ્યું કે પોતાના સશક્તિકરણ માટે કોઈની પણ મદદ લેવા અચકાવું નહીં. કોઈને પણ પૂછો ,કોઈની પાસે મદદ માગો. પણ સ્વયં અશક્ત ના બની રહો. બીજી તરફ એમણે કહ્યું કે આર્મી ઓફિસર કે પોલીસ ઓફિસરને સંપૂર્ણ ટ્રેનીંગ આપવામાં આવીને સક્ષમ કરવામાં આવે છે, પરંતુ જ્યારે તમને ફિલ્ડમાં જવાનું હોય ત્યારે તેમણે હથિયાર દારૂવાળા બોમ્બ , બંધુક સાથે લઈને પરિસ્થિતિ પ્રમાણે સક્ષમ થવું પડે છે .એ જ રીતે જીવનમાં તમારે પોતાનું સશક્તિકરણ કરવું હોય તો પોતાને જરૂરી શક્તિ સુસજ્જ કરવી . સત્ર ના દિવસે પ્રેક્ષકો ની સંખ્યા નોંધપાત્ર છતાં થોડી ઓછી હોવાથી તેમણે કટાક્ષમાં બે કવિઓની કથા કહી એક કવિ બીજા કવિને પાછળ દોડી રહ્યો છે જેનું કારણ કે એની કવિતા તો મેં સાંભળી પણ મારી કવિતા સાંભળતી વખતે એ ભાગી ગયો .બીજી તરફ એ પણ કહ્યું કે જ્યારે સિંહ જંગલમાં આવે છે ત્યારે જંગલ ખાલી થઈ જાય છે. મ મીડિયા કર્મચારીઓને શીખ આપતા તેમણે જણાવ્યું કે માત્ર ₹500 ,₹1,000 વાઉચર ગીફ્ટ વાઉચર અને મફતમાં ખાણીપીણી ના માપદંડ ના લીધે આપણી કિંમત ઘટે છે .અમુક સ્થાનકો માં પોતાનું પત્રકારત્વ સાબિત કરવું પડે છે કે અમે પત્રકાર છીએ અને સામેવાળાને સંતોષ થાય તો જ પ્રવેશ આપવામાં આવે છે .માટે વેલ્યુ બેઝ મીડિયા બનાવવા માટે ફરીથી મજબૂત મીડિયા અને ચોથી જાગીર નું ગૌરવ પરત મેળવવું જોઈએ.




