🙏🙏 નમસ્કાર🙏🙏 ભારત વિકાસ પરિષદ વસ્ત્રાલ શાખા દ્વારા તારીખ 07/07 /2024 ને રવિવાર ના રોજ સવારે 06:00 કલાકે થી બપોરે બે કલાક સુધી સ્થળ પાંચ કુવાઅંદર સારંગપુર અમદાવાદ ભગવાન જગન્નાથ નગર યાત્રામાં નીકળતા હોવાથી તેમના દર્શન નો લાભ લીધેલો અને 400 લીટર ઠંડા પાણી વિતરણ કરેલ અને આજમાં અજમ ઠંડા શરબતનો રણછોડ ભક્તોને બારસો લીટરનો 12000/- ભક્તોએ લાભ લીધેલો અને શાખા માંથી 11 બહેનો અને 27 ભાઈઓ સહ ભાગી થયા ઠંડા શરબતના દાતાશ્રી ધર્મેશભાઈ આર શાહ જગ અને ગ્લાસના દાતા શ્રી રવિન્દ્ર સિંહ ડી ચૌહાણ ઠંડા પાણીના દાતાશ્રી પ્રવીણભાઈ પંચાલ અને બરફના દાતાશ્રી હડમતભાઈ રાવ સંયોજક શ્રી ધર્મેશભાઈ આર શાહ પ્રમુખશ્રી શૈલેષકુમાર એચ પટેલ મંત્રી શ્રી રવિન્દ્રસિંહ ડી ચૌહાણ🙏🙏 ભારત માતાકી જય🙏🙏
ભારત વિકાસ પરિષદ બાપુનગર શાખા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કર્યો હતો નંદન નેચર રિસોર્ટ ભાવડા ગામ ખાતે કરવામાં આવ્યો હતો તેમાં મોટી સંખ્યા બેનોએ મહિલા પાંખ દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું૭-૭-૨૦૨૪ રવિવાર
ભારત વિકાસ પરિષદ બાપુનગર શાખા એક દિવસીય પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું જગ્યા નંદનવન નેચર રિસોર્ટ ભાવડા ગામ ખાતે કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા અને દરેક રમતો રમાડવામાં આવી હતી દોરડા કૂદ અને રશાખેજ અને લીંબુ ચમચી કોથળાદોડ વિગેરે રમતો રમાડવામાં આવી હતી અને બધા બાળકો પાણીના ધોધમા નવડાવ્યા મોટા લોકો સ્વિમિંગ પૂલમાં નાયા હતા અને પછી બધા ભોજન સાથે લીધું હતું. સભ્ય સંખ્યા 140 ની હતી. 7-7-2024 રવિવાર
ભારત વિકાસ પરિષદ, નરોડા શાખા દ્વારા પારિવારિક મિલન અને વિદ્યાર્થીઓ ને ઈનામ વિતરણ કાર્યક્રમ દીનાંક – ૩૦/૦૬/૨૪,રવિવાર,સમય – બપોરે ૩-૦૦ વાગ્યાથી રાત્રે ભોજન સુધી, સ્થળ-
પ્રિયા ફાર્મ,નર્મદા કેનાલ ઉતરી ને તરત જમણી બાજુએ,નરોડા – દહેગામ રોડ,કાર્યક્રમ ના સંયોજક ડૉ.મહેશભાઈ સાવલિયા અને સહ સંયોજક વિકાસ ભાઈ શેડગે
રાકેશ ભાઈ પટેલ પ્રમુખ શ્રી ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.
વરસાદી વાતાવરણ વચ્ચે ડોક્ટર મહેશભાઈ સાવલિયા, વિકાસભાઈ શેડગે ખુબ સુંદર આયોજન અને ભોજન વ્યવસ્થા કરાવી શ્રીમતી અલકાબેન ઇનામ વિતરણ માં સહયોગ આપ્યો. ડોક્ટર પીડી ચંપાવત સાહેબ અને ડોક્ટર કૌશલભાઈ તથા રાકેશભાઈ દ્વારા ખૂબ જ સુંદર રમતો રમાડવામાં આવી સાથે સાથે માલતીબેન દ્વારા આપણા સંસ્કૃતિ અને ધર્મ વિશે જે પ્રશ્નોત્તરી કરવામાં આવી એ ખૂબ જ સુંદર હતી. ઇનામ વિતરણના દાતાશ્રી દેવાંગભાઈ પંડ્યા અને વિનુભાઈ સાહેબનો પણ ખૂબ જ આભાર. હર હંમેશ ની જેમ પ્રિયા ફાર્મના શ્રી હર્ષદભાઈ ને ત્યાં ના કેરટેકર શ્રી જયંતભાઈનો આભાર અને સહ ખજાનચી શ્રી અમિતભાઈ જસવાની દ્વારા તમામ સભ્યોનું રજીસ્ટ્રેશન ખૂબ જ ધ્યાનપૂર્વક કરવામાં આવી અને આવા વરસાદી વાતાવરણમાં ચા બિસ્કીટનું આયોજન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૮૪ લોકો જોડાયા હતા.





