પ્રેસનોટ
ભુવનેશ્વરમાં બ્રહ્માકુમારીઝ ના વિશાળ “ડિવાઇન રીટ્રીટ સેન્ટર”નું રાષ્ટ્રપતિ દ્રોપદી મૂમૂઁ એ ઉદ્ઘાટન કર્યું.
ઓરિસ્સાના ગવર્નર શ્રી મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા.
માનવ સમાજના અધ્યાત્મ સશક્તિકરણ માટે સંગઠિત વિશાળ માનવ મેદની માં દ્રઢ સંકલ્પ લેવામાં આવ્યો.
આબુ – ડીસા – તા – ૯ – ૭ – ૨૦૨૪
ભગવાન જગનાથજી ની ભૂમિ ઓરિસ્સામાં અનેક સેવા કેન્દ્રો દ્વારા ભારતીય દૈવી સંસ્કૃતિ રાજયોગા અને ઈશ્વરીય જ્ઞાનના માધ્યમથી બ્રહ્માકુમારી બહેનો માનવ સમાજમાં સકારાત્મકતા અધ્યાત્મકતાનો ફેલાવો કરી રહેલ છે ત્યારે આજે ભુવનેશ્વરમાં વિશાળ કુદરતી સૌંદર્ય વચ્ચે નિર્માણ પામેલ “ડિવાઇન રિસ્ટ્રિક્ટ સેન્ટર”નો ભવ્ય ઉદઘાટન સમારંભ રાષ્ટ્રપતિ શ્રી ની અધ્યક્ષતામાં યોજાયો.
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર આ ભવ્ય સમારંભમાં વિશ્વમાં ચાલતા માનવ કલ્યાણના બ્રહ્માકુમારીઝ ના કાર્યને સરાહતા રાષ્ટ્રપતિ મૂમૂઁ જી એ જણાવેલ કે ભારત દેશની દિવ્ય સંસ્કૃતિને ઉજાગર કરતી બ્રહ્માકુમારીઝ અધ્યાત્મ સંસ્થા ઘર ઘરમાં શ્રેષ્ઠ સંસ્કાર શાંતિ પ્રેમ આનંદ અને સકારાત્મકતા ની પ્રેરણા આપે છે તેણીએ નવનિર્મિત ભવનથી અનેક માનવ આત્માના જીવનમાં શ્રેષ્ઠ જીવન શૈલીની પ્રેરણાની કામના કરી સંસ્થાની પ્રશંસા કરેલ.
ઓરિસ્સાના રાજપાલ રઘુવર દાસજી સર્વને અનુરોધ કરતા માનવ જીવનમાં માનવીય મૂલ્યોના સ્થાપન માટે બ્રહ્માકુમારીઝ ની સેવાની પ્રશંસા કરેલ તથા દિવ્ય સ્થાન સમાજમાં શ્રેષ્ઠતા ફેલાવશે તેવી આશા પ્રગટ કરેલ રાજ્યના નવા વરાયેલ મુખ્યમંત્રી મોહન ચરણ ચાહની એ જણાવેલ કે દેશ-વિદેશમાં અધ્યાત્મકતા નું વિશાળ કાર્ય કરનાર બ્રહ્માકુમારી બહેનો સમાજને સાચી દિશા બતાવી દેશસેવા માનવસેવા અને ભાતૃત્વ ભાવના ની પ્રેરણા આપે છે આ સમારંભમાં મૃત્યુજયજી,લક્ષ્મીદીદીજી,નીલાદીદીજી,યોગીની દીદી એ પોતાની શુભભાવના આપેલ તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત માનવમેદનીએ ડિવાઇન રીટ્રીટ સેન્ટરમાં વિશ્વ કલ્યાણ રાજયોગા મેડીટેશન કરેલ.
संपादन डा राजेश भोजक




