ડીસા – તા – ૧૭ – ૮ – ૨૦૨૪
વૈશ્વિક સંસ્થા બ્રહ્માકુમારીઝ ના પૂર્વ મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશમણીજીની ૧૭ મી પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ બંધુત્વની ભાવના થી ૧૮ ઓગસ્ટ ના રોજ ઇન્ટરનેશનલ હાફ મેરેથોન નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા ૪ દેશોના ગોલ્ડ મેડાલિસ્ટ સહિત ઓલમ્પિક વિજેતા રનર્સ મેન સાથે ૩૫૦૦ દોડવીરો ભાગ લઈ રહેલ છે.
બ્રહ્માકુમારીઝ મીડિયાના ડૉ રાજેશ ભોજક તથા શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર દાદી પ્રકાશમણીજીની ૧૭ મી પુણ્યતિથિ ૨૫ ઓગસ્ટ છે તે નિમિત્તે વિશ્વ બંધુત્વની ભાવના ને લઈ યોજાનાર ઈન્ટરનેશનલ હાફ મેરેથોન આબુ તળેટી સ્થિત બ્રહ્માકુમારીઝ ના મન મોહિની નગર થી પ્રારંભ થશે. સવારે ૬ કલાકે જેમાં વરિષ્ઠ મહાનુભાવો લીલી ઝંડી બતાવશે.
માઉન્ટ આબુની પહાડો ની ઊંચાઈ સર કરી ૨૧.૯ કીમી અને ૩૦૦૦ ફૂટ ઊંચાઈ પર ઓમશાંતિભવન ખાતે મેરેથોન પૂર્ણ થશે. જ્યાં સવારે ૯:૩૦ કલાકે ભવ્ય સત્કાર ઇનામ સમારંભ યોજવામાં આવેલ છે. સમય ઊંચાઈ માપવા દરેક રનર્સના હાથમાં વિશેષ ડિવાઇસ બાંધવામાં આવશે. જે સમય બતાવશે પ્રથમ વિજેતા ને ૫૧ હજાર બીજાને ૪૧ ત્રીજાને ૩૧ હજાર રૂપિયા સાથે દરેક રનર્સને મેડલ પ્રસસ્વી પત્ર સત્કાર મળશે. દર કીમી પર એનર્જી ફૂડ – પીણા – ડોકોસઁ ટીમ વગેરે વ્યવસ્થા કરવામાં આવેલ છે અત્યાર સુધી ૫ મેરેથોન થઈ ગયેલ છે આ ૬ ઠી મેરેથોન વિશેષ રહેશે. આજે સવારે ૫:૩૦ થી ૯:૩૦ આબુ તળેટી થી મા.આબુ નો રસ્તો બંધ રહેશે.




