દેશમાં 728 વૃદ્ધાશ્રમો : કેરાળામાં સૌથી વધુ 182 અમદાવાદ: (વસંત મહેતા વરિષ્ઠ પત્રકાર દ્વારા ). દેશમાં વધી રહેલા વૃદ્ધાશ્રમની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે જે સમાજ માટે ચિંતાનો વિષય છે એક અંદાજ પ્રમાણે 728 વૃદ્ધાશ્રમો આવેલા છે જેમાં જેમાં કેરળમાં સૌથી વધુ 182 વૃદ્ધાશ્રમ હોવાનો અંદાજ છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં 164 તામિલનાડુમાં 151 મહારાષ્ટ્રમાં 133 આંધ્રપ્રદેશમાં 114 કર્ણાટકમાં અને ગુજરાતમાં 77 થી વધુ વૃદ્ધાશ્રમો આવેલા છે. વૃદ્ધાશ્રમમાં વધવા પાછળ પણ ઘણા કારણો છે જેમાં આજની યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવમાં પોતાના માતા-પિતાનું સન્માન જાળવવાનું ભૂલી ગઈ છે. ત્યાં કોઈ મહેમાન આવતા અને વડીલ હોય તો આપણે તેમને પગે લાગતા હતા, પણ આજે ઘણા ઘરોમાં આ સંસ્કાર ભુલાઈ ગયા છે પણ હજુ ઘણા ઘરો જ્યાં માતા પિતા અને વડીલોનું સન્માન જળવાઈ રહ્યું છે. ઘણી વખતે નોકરી ધંધા માટે યુવાનો શહેર તરફ વળતા માતા પિતા એકલા પડતા હોવાથી તેઓને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવે છે, તો ઘણી વખત મોંઘવારીના કારણે પૂરું ન થતાં ઘરોમાં કંકાસ થતો હોવાથી તેમજ તેમજ દીકરાના લગ્ન થતાં કોઈ વખત વહુ સારી ન હોવાથી ઘરડા મા બાપને વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બનતા હોય છે. સંયુક્ત પરિવારો હવે કોઈને કોઈ કારણસર વિભક્ત કુટુંબમાં ફેરવાઈ રહ્યા છે તેમાં છેલ્લા એક દાયકાથી સિનિયર સિટીઝનના આર્થિક સામાજિક અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચેનું સંતુલન ખોરવાતા વૃદ્ધાશ્રમો વધ્યા હોવાનું સમાજશાસ્ત્રીઓનું માનવું છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે. વૃદ્ધાશ્રમોમાં આશ્રય લઈ કેટલાક વડીલોને પૂછવામાં આવતા તેમની આંખોમાંથી દડ દડ આંસુ વહી રહ્યા હતા તો વળી કેટલાકના ચહેરાના હાવ ભાવ પણ બદલાઈ ગયા હતા નેતા વૃદ્ધા સોમામાં કેટલાકના છોકરાઓ તો મોટા ઓફિસર છે , તો કેટલાક કલેક્ટર છે, અથવા સરકારી નોકરી કરી રહ્યા છે. આમ પોતાના દીકરાઓ પોતપોતાના કામ ધંધામાં વ્યસ્ત હોવાથી માતા-પિતાની સંભાળ રાખી શકતા ન હોવાથી એમ જ રોજ ઘરમાં ઝઘડા થતા હોવાથી માતા પિતાએ કંટાળીને વૃદ્ધાશ્રમમાં રહેવાનુંનક્કી કર્યું. અને આ વડીલો આજે વૃદ્ધાશ્રમમાં રહેતા હોવા છતાં પણ દીકરાના ખરાબ સમાચાર મળે તો પોતાનો જીવ બાળતા હોય છે. છતાં પણ દીકરાઓના પેટનું પાણી હાલતું નથી આ સમાજની કેવી કરુણતા કહેવાય…! ગુજરાતની વાત કરીએ તો 235 થી વધુ વૃદ્ધાશ્રમો આવેલા છે. જેમાં 50થી વધુ વૃદ્ધાશ્રમો તો ફક્ત અમદાવાદમાં જ હોવાનો એક અંદાજ છે. કેટલાક વૃદ્ધાશ્રમોની મુલાકાતમાં એમ પણ જાણવા મળ્યું કે ભણેલા ગણેલા દીકરાઓ માતા પિતા ની સંભાળ ન રાખી શકવાના કારણે વૃદ્ધાશ્રમો માં આશ્રય લઈ રહ્યા છે.. દેશમાં કેરાળા સૌથી શિક્ષિક રાજ્ય હોવા છતાં પણ સૌથી વધુ વૃદ્ધાશ્રમો કેરાળામાં જોવા મળ્યા છે.
ના ઘરના ન બહાર ના…. અમદાવાદ: ગમે તેમ હોય પણ તારે દીકરાને લાફો ન મારવો જોઈએ. આમ બીજા વૃદ્ધે ને કહ્યું તને ખબર છે ઓફિસમાં મારો કેવો રોફ હતો? એક માણસને બોલાવતો ત્રણ હાજર થાય! મને ના સાંભળવાની આદત નથી. પહેલા વૃદ્ધે કહ્યું એ તારી ઓફિસ હતી, અને આ તારું ઘર છે. બહારથી ઘરમાં આવીએ ત્યારે બહારનું બધું ભૂલી જવાનું. ઘણા લોકો ઘર અને બહારમાં તફાવત સમજતા નથીઅને પછી એ ન ઘરના ન બહાર રહેતા નથી. એક વૃદ્ધ વ્યક્તિની આ વાત છે એ હાયર પોસ્ટ પરથી રિટાયર થયા હતા અને વાત વાતમાં ગુસ્સે થઈ જતા હતા. એક વખત તેમણે તેમના દીકરા પાસે કંઈક માંગ્યું દીકરા એ બહુ જ સહજતાથી કહ્યું પપ્પા મારા હાથ એઠા છે પ્લીઝ તમે લઈ લો! આટલું સાંભળતા જ આ વૃદ્ધનો પિત્તો ગયો અને તારાથી મને આવું કહેવાય જ કેમ? અને બાપની કંઈ પડી જ નથી તારે તારું ધાર્યું જ કરવાનું હોય છે. દીકરો પણ સામે બોલ્યો અમને એમાં કંઈ જ ખોટું કહ્યું નથી પપ્પા? પિતાએ કહ્યું હવે તું મને શીખવાડીશ કરવું અને કેમ બોલવું? વાત વણતી ગઈ પિતાએ કહ્યું એ તારો બક્વાસ બંધ કર નહિતર એક લાફો ચોડી દઈશ! દીકરાએ કહ્યું મારો જોઈએ! પિતાએ પણ શટાક દઈને તમાચો ગાલ પર છોડી દીધો અને દીકરો ઘરની બહાર ચાલ્યો ગયો આમ સાવ નાનકડી વાતે બાપ દીકરામાં જિંદગીભર ભુલાય નહી એવી ખાઈ બનાવી. આ વૃદ્ધ પણ આજે વૃદ્ધાશ્રમમાં આશરો લઈ રહ્યા છે. આમ વૃદ્ધાશ્રમમાં રહેતા કેટલાક વૃદ્ધો ગુસ્સાના જીવતા જાગતા પ્રતીક સમાન છે. અને ઘરડા ઘરમાં શાંતિથી જિંદગી જીવી રહ્યા છે. – વરિષ્ઠ પત્રકાર વસંત મહેતા.




