મહીસાગર જિલ્લાની સૌપ્રથમ એવી……. કેશવ એનિમલ હોસ્ટેલ અને ગૌશાળા દાન વિના ચાલે છે હાલમાં આ ગૌશાળામાં 90 ગાયો છે : દરરોજનો નિભાવ ખર્ચ ₹10,000 છે: દિલીપભાઈ પ્રજાપતિ. અમદાવાદ : ( વરિષ્ઠ પત્રકાર વસંત મહેતા દ્વારા ). ઐતિહાસિક ધોલેશ્વર મહાદેવ વીરપુરમાં લાવરી નદીના કિનારે આવેલ છે. આમ જોવા જઈએ તો ધોલેશ્વર નું મૂળ નામ ધવલેશ્વર જે રાજા વીર ધવલ ના નામ સાથે જોડાયેલ છે. પાટણના પતન પરથી સોલંકી રાજાઓ વીરપુરમાં જઈ વસ્યા આ પછી મહી નદીના કિનારે પણ પાટણ અને લુણાવાડમાં…. ધોળેશ્વરમાં ત્રિશુલ આકારના એક જ ગર્ભગૃહમાં છે જેની જલધારી સંયુક્ત થઈ બહાર નીકળે છે સામાન્ય રીતે શિવ મંદિરોમાં નંદી ગર્ભ ગૃહથી બહાર હોય છે પણ અહીં ગર્ભ ગૃહ ની અંદર નંદી બિરાજમાન છે મંદિરની પાછળ લાવરી નદી અને ડુંગર આવેલા છે. થોડા દૂર જઈએ તો મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં સમાજના સહયોગથી કતલખાને જતા આબોલ જીવોને બચાવી લેવામાં આવે છે તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા પશુઓ માટે દિલીપભાઈ પ્રજાપતિ અને અમિતભાઈ પટેલ દ્વારા એક ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરી કેશવ એનિમલ હોસ્ટેલ અને ગૌશાળા ઉભી કરવામાં આવી અહીં અકસ્માતમાં ગવાયેલ ગાયોને તેમજ પશુધનને રાખવામાં આવે છે. અમારી પાસે હાલમાં ૯૦ જેટલી ગાયો છે પરંતુ એમાંથી એક પણ ગાય દૂધ આપતી નથી. સૌપ્રથમ અમે લોકોએ ભાડે જમીન રાખી શેડ ઊભા કર્યા આ પશુધનને રાખવામાં આવતું હતું દિલીપભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી અમો આ કાર્ય કરી રહ્યા છે પણ કોઈની પાસેથી દાન ફાળો ઉઘરાવાયો નથી. છેલ્લા છ મહિનામાં અમે જમીન ખરીદી ત્યાં નવો સેડ ઊભો કર્યો છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં અમારે દવાખાનુ બનાવવાની તેમજ ઘાસચારા માટે ગોડાઉન બનાવવાની યોજના છે અત્યારે હાલ જે પશુઓ છે તેનો નિભાવ ખર્ચ દરરોજનો 10000 રૂપિયા થાય છે. જો અમને સરકાર તેમજ પ્રજાજનો સહકાર મળે તો ભવિષ્યની યોજના અમે પાર પાડી શકીએ અમારા આ સેવા કાર્યમાં અમિતભાઈ પટેલ પણ જોડાયેલા છે. ગોડાઉન અને દવાખાના નો ખર્ચ અંદાજે 15 એક લાખ રૂપિયાનો થાય એમ છે જો કોઈ દાતા ને આ રકમ આપવાની ઈચ્છા હોય તો ધોળેશ્વર મહાદેવ ખાતે આવેલ કેશવ એનિમલ ગૌશાળા નું સંપર્ક કરવો. ધોળેશ્વર મહાદેવ માં વાર તહેવારે ભક્તજનોની ભીડ જોવા મળે છે ત્યારે ભાવિ ભક્તો જેવો નિયમિત આવતા હોય છે તેઓ ગાયના ઘાસચારા માટે મદદ કરતા હોય છે જો અમને સાથ સહકાર મળશે તો આગામી દિવસોમાં અમે પશુધન માટે દવાખાનુ અને ઘાસચારા માટે ગોડાઉન પ્રબંધ કરી શકીએ.