કેમ્પાની યુએઇમાં એક્સક્લુઝીવ ઇ-કોમર્સ ડિસ્ટ્રિબ્યૂશન માટે નૂન મિનિટ્સ સાથે ભાગીદારી
· કેમ્પાનો ઇ-કોમર્સ ડિસ્ટ્રિબ્યૂશન માટે નૂન મિનિટ્સ પર યુએઈમાં એક્સક્લુઝિવ ડેબ્યૂ
· ભારતનું આઇકોનિક પીણું હવે 15 મિનિટ કરતાં ઓછા સમયમાં ડિલિવરી સાથે ઉપલબ્ધ
દુબઈ, યુએઇ / બેંગલુરુ 19મી ફેબ્રુઆરી 2025: રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડની આઇકોનિક બેવરેજ બ્રાન્ડ, કેમ્પા સાથે એક્સક્લુઝિવ ઈ-કોમર્સ ભાગીદારીની યુએઈ સ્થિત ‘નૂન મિનિટ્સ’ દ્વારા ગર્વભેર ઘોષણા કરાઈ છે. આના થકી સમગ્ર યુએઈમાં ઉપભોક્તાઓને કેમ્પાની વિવિધ પ્રોડક્ટ્સની તેજગતિએ ડિલિવરી કરાશે. આ વ્યૂહાત્મક ભાગીદારીને લીધે એક તો ઉપભોક્તાઓ માટે કેમ્પા પ્રોડક્ટ્સ સુધી સરળ પહોંચ ઉપલબ્ધ થશે અને સાથે નૂન મિનિટ્સનો બેવરેજ પોર્ટફોલિયો પણ સમૃદ્ધ થશે.
ગુલ્ફફૂડ 2025માં સફળ પદાર્પણ કર્યા બાદ, હવે કેમ્પા કોલા સમગ્ર યુએઇમાં નૂન મિનિટ્સ થકી એક્સક્લુઝિવલી ઉપલબ્ધ છે, જેનાથી મિનિટોમાં ડિલિવરી સાથે સીમલેસ ઓનલાઈન ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરાય છે.
નૂનના ચીફ ઓફ સ્ટાફ, અલી કાફિલ-હુસૈને જણાવ્યું કે, “નૂન મિનિટ્સ ખાતે ટોપ બ્રાન્ડ્સ માટે પહેલવહેલું ડેસ્ટિનેશન બન્યાનો અમને ગર્વ છે, જેના થકી ઉપભોક્તાઓને તેમની મનપસંદ પ્રોડક્ટ્સ સુધી તુરત પહોંચ પૂરી પાડવામાં આવે છે. પોતાની આઇકોનિક લેગસી સાથે કેમ્પા કોલા અમારા પોર્ટફોલિયોમાં એક પરફેક્ટ ઉમેરો છે. અમે અમારા ઉપભોક્તાઓની અપેક્ષા મુજબની ઝડપ અને સુલભતા સાથે યુએઈમાં આ પ્રિય બેવરેજ લાવવા માટે ઉત્સાહિત છીએ. આ ભાગીદારી એક મુખ્ય સીમાચિન્હ સ્થાપિત કરે છે કારણ કે અમે આ બ્રાન્ડની પહોંચને વિસ્તારવાની સાથે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે વધુને વધુ લોકો અગાઉ ક્યારેય નહોતી તેટલી ઝડપથી કેમ્પા કોલાનો લુત્ફ ઉઠાવે.”
કન્વિનિયન્સની માગ વધશે તેમ-તેમ, આ ભાગીદારી કેમ્પાનો આ પ્રદેશમાં ઝડપથી ખડકલો કરવામાં મદદરૂપ થશે જે માટે નૂનના અદ્યતન લોજિસ્ટિક્સ તથા ડિજિટલ પહોંચનો ઉપયોગ કરાશે.
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના સીઓઓ, કેતન મોદીએ જણાવ્યું કે, “અમે નૂન મિનિટ્સ સાથે કેમ્પાની એક્સક્લુઝિવ ભાગીદારીની ગર્વભેર જાહેરાત કરી રહ્યા છીએ. અમે યુએઇમાં અમારી ઉપસ્થિતિને વિસ્તારવાનું જારી રાખી રહ્યા છીએ તેમ-તેમ વધુને વધુ ગ્રાહકો સુધી પહોંચવાની અમારી વ્યૂહરચનામાં ઈ-કોમર્સ ભૂમિકા મહત્ત્વની બની રહી છે. ઇનોવેશન અને તીવ્રતમ લોજિસ્ટિક્સ માળખા માટે નૂનની પ્રતિષ્ઠા જ તેને સમગ્ર યુએઈમાં કેમ્પાની સંપૂર્ણ રેન્જને ઉપભોક્તાઓ સુધી પહોંચાડવા એક સર્વોત્તમ ભાગીદાર બનાવે છે. આ બ્રાન્ડ તેના ડિજિટલ ફૂટપ્રિન્ટ વિસ્તારી રહી છે તેમ તેમ તેની સતત જારી રહેલી સફળતાને જોવા અમે આતુર છીએ.”
આ એક્સક્લુઝીવ ઈ-કોમર્સ ભાગીદારી થકી ગ્રાહકોને કેમ્પા કોલા, કેમ્પા લેમન અને કેમ્પા ઓરેન્જ સહિત – નૂન મિનિટ્સ પર ઉપલબ્ધ કેમ્પાની પ્રોડક્ટ્સ ખરીદવાની સુગમતા કરી આપે છે – આ ઉત્પાદનો નૂન સુપરએપ પર ઉપલબ્ધ છે. સમગ્ર યુએઇમાં 15 મિનિટ કે તેથી ઓછા સમયમાં ઓર્ડર પહોંચાડવામાં આવશે, જેનાથી ઝડપી અને સરળ શોપિંગની અનુભૂતિને સુનિશ્ચિત કરાશે.
About noon.com:
noon.com was founded with the objective of fostering an ecosystem of regionally based digital companies in order to secure the region’s digital landscape’s future. noon’s mission is to provide customers and companies in the Middle East region with outstanding value and support. On December 12th, 2017, noon launched its consumer platform in the Kingdom of Saudi Arabia and the United Arab Emirates. noon debuted in Egypt in February 2019 and has since evolved to become the largest online shopping destination in the Middle East. Primarily a digital e-commerce platform powered by in-house technological talent, noon has swiftly developed strong native capabilities throughout its marketplace, fulfillment, logistics, and payment systems.




