આજે અમદાવાદના સરદાર ધામ ખાતે ભણવામાં હોશિયાર અને નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ નો ચેક વિતરણ સમારંભ સંપન્ન થયો. યુએસએના ડો ચિત્તરંજન પટેલ ના આર્થિક અનુદાન થી આ પ્રકલ્પ સરદાર ધામ ખાતે શરૂ કરવામાં આવ્યો છે આ પ્રસંગે સરદાર ધામના ટ્રસ્ટીઓ, ટીમ મેમ્બરો ,દાતાઓ ,વિદ્યાર્થીઓ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા .પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા, પુર્વ સાંસદ શારદાબેન સહિત અનેક અગ્રણીઓ ની હાજરીમાં વિવિધ મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને આ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો .બીજી તરફ ઉચ્ચ અભ્યાસને લગતી મેડિકલ એન્જિનિયરિંગ ફાર્મસી અને અન્ય શ્રેણીઓ માંથી ગુજરાતના વિદ્યાર્થીઓ માંથી કુલ 150 વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે પસંદગી કરવામાં આવી હતી. અહેવાલ – ડૉ રાજેશ ભોજક સિનિયર પત્રકાર