રવિવાર ના રોજ એલિસબ્રિજ વિધાનસભાના ધરણીધર, સિનીયર સિટીઝન પાર્ક ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વય વંદના PMJAY કાર્યક્રમ હેઠળ ૭૦થી વધુ વર્ષ ઊંમર ધરાવતા અમિતભાઈ પી શાહ ના વિધાનસભા ક્ષેત્રના 624 વડીલશ્રીઓના આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા હતા.
સૌ પ્રથમ કેન્દ્રની ભાજપ સરકાર અને પ્રધાનમંત્રીશ્રી મોદીજીનો આભાર માનતા તેઓએ સૌ નાગરિકોએ મોટા પ્રમાણમાં લાભ લીધો તે બદલ આભાર માન્યો હતો.
સૌ વ્યવસ્થાના કાર્યકર્તાનો તથા ઓપરેટરશ્રીઓ સતત ૧૦ કલાક બેસી કાર્યક્રમ સફળ બનાવ્યો તે બદલ હૃદયથી આભાર માનતા અમિત શાહે આ સહકાર ને બિરદાવ્યો હતો.