દેશની રાજનીતિનું એ પી સેન્ટર, ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ શહેરના ભાજપના યશસ્વી અધ્યક્ષશ્રી અને એલિસબ્રિજ વિધાનસભાના 108ના હુલામણા નામથી પ્રખ્યાત અને સતત સેવારત શ્રી અમિતભાઇ પી શાહના ધારાસભ્ય તરીકેના સેવાકીય 2 વર્ષ ના કાર્યકાળ સંપન્ન થયો તે બદલ અભિનંદન આપવા નાગરિકો અને કાર્યકર્તાઓ ઉમટ્યા હતા.
શહેર મિડીયા ઈનચાર્જ વિક્રમ જૈન એ તેઓના કામો ની રૂપરેખા આપી હતી. અમિતભાઈ પી શાહે સૌનો આભાર માન્યો હતો. નાગરિકો એ અમિત શાહના કાર્યો માટે આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે કેટલીક રજૂઆતો કરી સૂચનો આપ્યા હતા.
અમિતભાઈ ની ખાસિયત એ છે કે તેઓ નાગરિક અને કાર્યકર્તાઓ ને સરળતાથી મળી શકે છે, તેમની રજૂઆતો સાંભળે છે અને તેઓના પ્રશ્નો નો ઝડપી ઉકેલ લાવવા પ્રયત્ન કરે છે.
ઉલ્લેખનિય છે કે ગુજરાત ના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાનો બે વર્ષ નો કાર્યકાળ સફળતા પૂર્વક સંપન્ન કર્યો છે.




