શુક્રવાર તારીખ ૨૭ ડિસેમ્બર ના રોજ મુંબઈ ખાતે શન મુખાનંદ હોલમાં ઉસ્તાદ ઝાકિર હુસેન ની પ્રાર્થના સભા યોજાઈ.
સંગીત જગતના દિગ્ગજો, રાજકીય હસ્તીઓ,અને સંગીત ચાહકોએ હાજર રહી તેમના માટે પ્રાર્થના કરી. ઉસ્તાદના પરિવારજનો સાથે નજીકના અનેક મિત્રો એ સંવેદના વ્યક્ત કરી હતી.
ગુરુવાર ના દિવસે અમેરિકાથી લાવવામાં આવેલી તેમની કબરની માટી માહિમ મુંબઈ ખાતે આવેલ તેમના પિતાશ્રીની કબરની માટી સાથે ભેળવવામાં આવી હતી.