આવતી કાલના બર્થડે સર્જક:
વિજયકૃષ્ણ અર્ટોરા
(લેખન – સંકલન :
શ્રી ‘શિલ્પી’ બુરેઠા, કચ્છ)
‘રખેવાળ’ દૈનિકપત્ર, 20/1/2024
ઉપર આધારિત —
વિજયકૃષ્ણ અર્ટોરા દ્વારા
સંવર્ધિત – UPDATED આવૃત્તિ…..
તા. ૧૯.૦૧.૨૫
ગુજરાતી ભાષા - *સાહિત્ય સાથે આર્ટ - ફિલોસોફી- સમાજસેવાનું જ્ઞાનકર્મ* કરતા એક એવા વ્યક્તિત્વની વાત આજે કરવી છે, જેમનું નામ છે : *વિજયકૃષ્ણ અર્ટોરા,* એ સર્જન કર્મ તો કરે છે જ, સંપાદક તરીકે પણ ઘણા પુસ્તકો આપ્યા છે... તેઓ ધર્મ - સાહિત્ય - કલા - લેખન - વાંચન - સમાજસેવા સાથે સાથે સાદગી - નિર્વ્યસન પણ, ઓર્ગેનિક ખોરાક - કસરત - આયુર્વેદ - ધ્યાન અને કુદરતી જીવન સાથેના પ્રયોગોથી સંતોષપૂર્ણ વ્યક્તિત્વ ધરાવે છે. તેમનું મૂળ નામ *વિજયભાઈ હરિકૃષ્ણ રાવલ*, જન્મતારીખ 20 જાન્યુઆરી, 1959 ના રોજ પિતા હરિકૃષ્ણ અને માતા ઈન્દુમતિબહેનને ત્યાં જન્મ થયો, મૂળ વતન લીંબડી, પણ તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું. તાલુકા શાળા, ને પછી વિવેકાનંદ હાઈસ્કૂલના વિદ્યાર્થી કાળથી જ વાંચન - લેખન કરતા સર્જકના રસના વિષય હતા : ધર્મ - ઈશ્વર - સાક્ષાત્કાર વગેરે... "નૂતન સૌરાષ્ટ્ર" દૈનિકમાં બાળવાર્તા છપાઈ, લેખનમાં રસ વધ્યો, સાથે હાયર મેથ્સ - સાયન્સ સાથે એસએસસીમાં સારું એવું પરિણામ મેળવવા માટે મહેનત કરી, રાજકોટ પોલિટેકનિક બાદ 1979 માં સાઈટ - કલાર્કની ગુજરાત સ્લમ બોર્ડ, અમદાવાદમાં નોકરી, પ્રમોશન મળતા સિવિલ એન્જિનિયર બન્યા, 2001 માં તાલુકા પંચાયત હિંમતનગરની સિવિલ એન્જિનિયર ની ડેપ્યુટેશન - પોસ્ટ ઉપરથી રાજીનામું આપી મહાસિદ્ધિની પ્રવૃત્તિને વેગ આપવા *કવિ નર્મદ* ની જેમ સમર્પિત બન્યા. વર્ષ 1995 થી તેઓ "મહાસિદ્ધિ" પ્રકાશન શરૂ કરી જ્ઞાનકર્મ - સેવા સાથે જોડાયેલ છે.
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગરમાં રહીને અનોખું તપ કરતા વિજયકૃષ્ણભાઈ અર્ટોરાના જીવનમાં વિવેકાનંદ, બ્રુસ લી, રમણ મહર્ષિ, જે. કૃષ્ણમૂર્તિ, યૂજી, નરસિંહ મહેતા, વિનોબા ભાવે, ગાંધીજી, કવિ કલાપી, ઉમર ખય્યામ, ટોલ્સ્તોય વગેરેના ચિંતનોની ખૂબ જ ઊંડી અસર રહી છે, તો પશ્ચિમના ડાર્વિન, આઈન્સ્ટાઈન જેવા અનેક ચિંતકોનું ચિંતન - મનન થયું... ને, સ્વામી સચ્ચિદાનંદ, પુનિતાચારીજી, વિદિતાત્માનંદજી, સર્જક ગુલાબદાસ બ્રોકર, ઉશનસ્, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોલી, યશવંત શુક્લ, વિનોદ ભટ્ટ, કુમારપાળ દેસાઈ, ચંદ્રકાંત મહેતા, ચિનુ મોદી, ચંદ્રકાંત શેઠ, ગોપાલદાસ નીરજ, રઘુવીર ચૌધરી, હરીશ નાયક, જીવરામ જોશી, કૃષ્ણ દવે, રજનીકુમાર પંડ્યા, રતિલાલ બોરીસાગર, નટવર ગોહિલ, રમણલાલ સોની જેવા સર્જકો, અને ગુરુદત્ત, રાજ કપૂર, વ્હી. શાંતારામ જેવાની કલાત્મક ફિલ્મો, તેમજ ઉપેન્દ્ર ત્રિવેદી, જાદુગર કે.લાલ, સૌમિલ મુનશી જેવા કલાકારો વગેરેના સંપર્કમાં આવતા સાહિત્ય ક્ષેત્ર સિવાય "કુમાર" સામાયિકની પ્રેરણા સાથે કલા - ચિત્ર ક્ષેત્રે પણ સર્જનકર્મ થયું... વિવિધ મેગેઝીનોમાં તેમના લેખ - વાર્તા - કવિતાઓ છપાયા, પિતાના મૃત્યુ નિમિત્તે લખાયેલ કવિતા 1988 માં *"ગુજરાતી કવિતામાં મૃત્યુ"* નામે મૃત્યુ વિશે ચિંતનાત્મક કવિતાઓના એક સુંદર પુસ્તકનું સંપાદન કર્યું, જેને શ્રેષ્ઠ સંપાદન માટે *સાહિત્ય અકાદમીનો એવોર્ડ* પ્રાપ્ત થયો. પણ ત્યારબાદ *જે. કૃષ્ણમૂર્તિના ચિંતનથી સંતૃપ્ત* થઈ ક્યાંય એવોર્ડ માટે કોઈ અરજી કે પ્રયત્ન જ ન કર્યો, છતાંય અનાયાસ સાબરકાંઠામાં "સાબર રત્ન" તરીકે નવાજાયા. અને એવી જ રીતે, *ઈશ્વરની કોઈ અકળ લીલા* થી, અનાયાસ - કોઈ પ્રયત્ન વગર, ફરી ૨૦૨૪માં - *અખિલ ભારતીય સંસ્થા "સંસ્કાર ભારતી"* તરફથી *સાહિત્યક્ષેત્રે* સાબરકાંઠા જિલ્લામાં એમની નોંધપાત્ર કામગીરી માટે ગુજરાતના *રાજ્યપાલશ્રીના હસ્તે "સંસ્કાર સન્માન - ૨૦૨૪, એવમ્ સંસ્કાર વિભૂષણ" માનપત્ર* એનાયત થયું.
1990માં *"જીવન મૃત્યુ રહસ્ય"* નામે બે પુસ્તક પ્રગટ થયા, પછી ૧૯૯૫ થી દર મહિને "મહાસિદ્ધિ" નામે પુસ્તિકા પ્રગટ કરવાનું શરૂ થયું, જે અંતર્ગત 100 જેટલી પુસ્તિકાઓ પ્રગટ કરી... 1999 થી "મહાસિદ્ધિ પોઝિટીવ ન્યૂઝ" પાક્ષિક દ્વારા પત્રકારત્વમાં પ્રવેશ કર્યો. "મહાસિદ્ધિ" માસિક ગ્રંથમાળા રૂપે દર મહિને વિવિધ વિષયો - વિવિધ લેખકોના *પુસ્તકોની ક્વોલિટી* ને લીધે જે તે સમયના ઘણાં *આઈ.એ.એસ. ઓફિસરોનો સહકાર મળેલો, જેમાં મુખ્યત્વે ડો. અશોક નારાયણ, શ્રી જી. સુબ્બારાવ તેમજ શ્રી ડી. જે. પાંડિયન* રહેલાં, જેના પ્રતીક રૂપે જૂન, 2022 માં રીડિંગ લાઇબ્રેરીના ઑપનિંગ માટે સરકારના પૂર્વ *ચીફ સેક્રેટરી શ્રી જી. સુબ્બારાવ-જી* ( નિ૦ આઈ.ઍ.ઍસ.) પધારેલા !
1999 થી શરૂ થયેલ "મહાસિદ્ધિ પોઝિટીવ ન્યૂઝ" વાંચકોના અભાવે ૨૦૨૪માં બંધ થયું, પણ સર્જકશ્રી *ઊમાશંકર જોશીના ખાસ મિત્ર શ્રી યશવંત શુક્લજીના ટ્રસ્ટીપદ* સાથે બનેલ "કોસ્મો અર્ટોરા ટ્રસ્ટ" દ્વારા 1996 માં શરૂ થયેલ "મહાસિદ્ધિ વિશ્વધર્મ - વિજ્ઞાન લાઇબ્રેરી" હજી સરસ ચાલે છે, જેમાં આજે લગભગ વીસેક હજાર પુસ્તકો છે.
.હવે જ્યારે સ્વ. શ્રી યશવંતભાઈ પણ નથી રહ્યા કે ટ્રસ્ટ પણ રહ્યું ન રહ્યું થઈ ગયેલ છે, છતાં વિચાર એટલો જ દ્રઢ રહ્યો કે જે *જ્ઞાનકર્મ માટે 43 મે વર્ષે સિવિલ એન્જિનિયર*(તાલુકા પંચાયત, હિંમતનગર) ની કાયમી *સરકારી નોકરીમાંથી રાજીનામું આપેલ,* તે જ્ઞાનકર્મ છોડવું તો નથી જ, અને એથી *શ્રીકૃષ્ણગીતાના મધ્યમ માર્ગ* ની દ્રષ્ટિએ ઈશ્વરની જ કોઈ પ્રેરણા સાથે *પોતાની બચતોમાંથી સ્વખર્ચે* મેઇન રોડની એક જગ્યા ઉપર ત્રણેક માળનું બિલ્ડિંગ બાંધી અને એમાં એ.સી. હોલ બનાવી *રીડિંગ લાઇબ્રેરી* શરૂ કરી દીધી ! સામાન્ય રીતે, સરકારી નોકરી માટે કે પરદેશ જવા માટે જે *સ્પર્ધાત્મક* પરીક્ષાઓ અપાય છે તેની તૈયારી માટે વિદ્યાર્થીઓ આજકાલ આવી રીડિંગ લાઇબ્રેરીના કમ્ફર્ટ ઝોન માં બેસવાનું પસંદ કરે છે. *હિંમતનગરમાં પણ આવી છ - સાત લાઇબ્રેરી છે, પણ બધે જ રૂ. 1,000 થી 1,500 સુધીની માસિક ફી હોય છે,* કેમકે એટલી ફી વગર તો પોસાય જ નહીં, કારણ કે "મહાસિદ્ધિ લાઈબ્રેરી" નું મકાન - ભાડું ન હોવા છતાં એનો મહિનાનો ખર્ચ સ્ટાફ પગાર, બિલ્ડિંગનું મેઈન્ટેનન્સ, લાઈટ બિલ, રમકડાં - પુસ્તક ખરીદી વગેરે થઈને *જે કંઈ ખર્ચ* થાય, જે કોઈની *મદદ કે દાન હવે લેવાતું ન હોઈ*, ઈશ્વર - પ્રેરણાથી વિજયકૃષ્ણભાઈ પોતે જ ઉઠાવે છે ! .. .. અને, એથી જ *આવી તૈયારી સાથે* મહાસિદ્ધિ રીડિંગ લાઇબ્રેરી પણ પ્રાઇવેટ હોવા છતાં અ - *વિદ્યાદાન* નિમિત્તે *બિલકુલ ફ્રી - મફત* શરૂ કરાયેલ છે ! સાથોસાથ, ગમે તે અજાણ્યા બાળકોને જન્મદિને *તદ્દન નવા રમકડા ભેટ આપતું મહાસિદ્ધિ ટોય-ગિફ્ટ સેન્ટર* પણ શરૂ થયું, કારણ એટલું જ : "*તમે બાળક હતા ત્યારે તમને રમકડાની ઈચ્છા રહેતી,* તો આજના બાળકોના મોં ઉપર સ્મિત લાવવા શું થઈ શકે ?" - એ વિચાર સાથે *રમકડા ભેટ યોજના* ચાલે છે.
કોઈ પાસે હવે *દાન કે સરકારી સહાય* પણ લેવાતી નથી, *"ઈશ્વર - તત્ત્વ" સંચાલિત આ પ્રવૃત્તિ* નો બધો ખર્ચ "મહાસિદ્ધિ"ના વિજયકૃષ્ણભાઈ પોતાની બચતોમાંથી *ઈશ્વર - કર્માર્પણ* રૂપે કરે છે, છતાં કોઈ - આ લાઇબ્રેરી, રમકડા - ભેટ યોજના, કે 1995 થી ચાલતા પુસ્તક પ્રકાશનો કે "મહાસિદ્ધિ પોઝિટીવ ન્યૂઝ" પેપર ને જોઈને *અનાયાસ - વગર માંગે આગ્રહ - પૂર્વક* કોઈ રકમ આપે, તો એમાંથી *એક પણ પૈસો* ગ્રહણ ન કરવો પડે, લેવો ન પડે તે માટે એ બધી જ રકમમાંથી વિદ્યાર્થીઓને *નોટબુક - રજિસ્ટરના દાનની પ્રવૃત્તિ* પણ ઈશ્વર - પ્રેરણા સાથે જે તે દાન આપનારના નામ - મોબાઈલ નંબર સાથે શરૂ કરાઈ હતી.
આ પ્રવૃત્તિઓને મુદ્દાસર જોઈએ તો ---1,સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ કે કોઈ પણ માટે મફત રીડિંગ હોલ,
( “મહાસિદ્ધિ” દ્વારા)
2,સાહિત્ય – કલાના કાર્યક્રમ માટે મફત એસી હોલ
( “મહાસિદ્ધિ” દ્વારા)
3,બાળકો માટે : જન્મદિને રમકડાની ભેટ,
( “મહાસિદ્ધિ” દ્વારા)
4,સ્કૂલ-કોલેજ સ્ટુડન્ટને નોટબુકોનું દાન,
(સ્પોન્સરશિપ દ્વારા)
તેમજ
5, “મહાસિદ્ધિ”ની મુલાકાતે આવનાર
આર્થિક રીતે નબળા –
સાહિત્યકારોને MINIMUM ₹ 1,000 નું દાન !
(સ્પોન્સરશિપ દ્વારા)
6, “મહાસિદ્ધિ” દ્વારા યોજાતા કાર્યક્રમના વક્તા – શ્રોતાઓ (ઓડિયન્સ)ને ભોજન, (સ્પોન્સરશીપ દ્વારા)
7, વિવિધ વિષયોના “મહાસિદ્ધિ” સંચાલિત ત્રણ એડમીન whatsapp ગ્રુપો દ્વારા
જ્ઞાન – સ્નેહ – પ્રેમનો પ્રસાર…
- તે જ રીતે, વિશેષ પ્રવૃત્તિઓમાં -
- જ્ઞાન-પ્રવૃત્તિના ભાગરૂપે મહાસિદ્ધિ *લાઇબ્રેરીની મુલાકાતે આવવા સૌ કોઈને આવકારાય છે,* મુલાકાત લેનારનો મહાસિદ્ધિ લાઇબ્રેરી હોલમાં *યાદગીરી રૂપે વિડિઓ પણ બનાવાય છે, જેમાં મુલાકાતી પોતાનું "જીવન અને સંદેશ"* પણ સૌને કહી શકે, જે આ રીતે મહાસિદ્ધિ સંચાલિત *"સાહિત્ય આર્ટ ફિલોસોફી"ની youtube* ઉપર અપલોડ કરાય છે, તેમજ whatsapp ગ્રુપોમાં પણ શે'ર થાય છે, જેથી વધુમાં વધુ લોકો સુધી *મુલાકાતીશ્રીના વિચારો પહોંચી શકે...*
....આજે જ્યારે પુસ્તક-વાચન બિલકુલ નહીંવત્ થયું છે ત્યારે હવે *જ્ઞાન - પ્રસાર માટે ડિજિટલ મીડિયા એ એક જ વિકલ્પ* છે, જેને ધ્યાને લઇને વિજયભાઈની મહાસિદ્ધિ ફ્રી લાઈબ્રેરી, હિંમતનગર દ્વારા 3 *યૂ - ટ્યૂબ ચેનલ* નું સંચાલન થાય છે...૧, ‘SAHITYA ART PHILOSOPHY’,
“સાહિત્ય આર્ટ ફિલોસોફી”
ને લગતા –
મનોરંજક મેસેજ વિડિયો…
૨, ‘ART AURA PHILOSOPHY’,
“આર્ટ ઓરા ફિલોસોફી”
માત્ર વિજયકૃષ્ણ “અર્ટોરા”જીના
મનોરંજક તત્ત્વજ્ઞાન સાથેના મેસેજ વિડિયો…
૩, ‘NEWS KNOWLEDGE PHILOSOPHY’,
“ન્યૂઝ નૉલેજ ફિલોસોફી “
કાયમી વેલ્યૂ ધરાવતા ન્યૂઝ,
જ્ઞાનવિજ્ઞાનમાંથી મળતું તત્ત્વ !
સાથે નવાઈની વાત એ છે કે વર્ષ 2002 થી વિજયભાઈએ *"ઍલોપથી"ના ત્યાગ સાથે માત્ર આયુર્વેદ - નેચરોપથી જ અપનાવી છે, જેના દ્વારા ઘૂંટણના દુખાવા, દાંતના સડા, આંખની ઝામર,* અને હવે મોતિયો વગેરે જેવા કુદરતી ઉપચારો તેઓ કરતા રહ્યા છે !
વળી, હમણાં જ થઈ રહી છે એક નવી શરૂઆત : કોઈપણ *સાહિત્યકાર* કે *મહાનુભાવ* જો પોતાનો *ટૂંકો પરિચય જરૂરી ફોટોગ્રાફ્સ* સાથે મોકલશે તો એ પરિચયનો યાદગાર *વિડિયો બનાવી એમના જન્મદિને યૂ ટ્યૂબ તેમજ વોટ્સએપ ગ્રૂપોમાં મુકવા પ્રયત્ન કરાશે,* જે માટે *પોતાના જન્મદિનના દસ દિવસ પહેલા* વિગતો મોકલાવી જરૂરી છે.
- આ યોજના વિજયભાઈના જન્મદિન : તારીખ 20 મી જાન્યુઆરી, 2025 થી શરૂ કરાઈ રહી છે, જો કે એના નિયમો - *વિગતો જાણવા ફૉન- સંપર્ક કરવો જરૂરી છે.*સંપર્ક :
વિજયકૃષ્ણ અર્ટોરા
મહાસિદ્ધિ લાઇબ્રેરી,
ગાયત્રી રોડ, હિંમતનગર.
મો. : 94095 44006
9427456252




