Views: 204

Read Time:1 Minute, 10 Second
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી લગાવી શકે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સકારાત્મક નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે 3 રાત્રિ – 4 દિવસનું (પ્રતિ વ્યક્તિ માત્ર રૂ. 8100/-) પેકેજ જાહેર કર્યું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ, ગુજરાતથી પ્રયાગરાજ માટે દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે. 27મી જાન્યુઆરીએ વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતેથી યાત્રાનો પ્રારંભ કરાવશે. સોમવારથી દરરોજ સવારે ૭ વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે.
પ્રયાગરાજ પેકેજનું ઓનલાઇન બુકિંગ તા: 25/01/2025 થી એસ.ટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે.




