નાગરોનું રજવાડું પાનનો ડબ્બો અમદાવાદ (વસંત મહેતા વરિષ્ઠ પત્રકાર દ્વારા ). નાગર હોય અને નાગરવેલ નું પાન ના હોય એ શક્ય નથી. જુના જમાનામાં નાગરોના ઘરમાં ઘૂઘરી વાળી સુડી અને પાનનો ડબ્બો નાગરો નું રજવાડું ગણાતું. આજે પણ જુનવાણી નાગરના ઘરમાં આવી પાનની પેટી મળી આવે અને આવી પાનની પેટી સિલ્વર કે જર્મની જ હોય..! તે મોરઆકાર કે સામાન્ય કોતરણી વાળો લંબચોરસ ડબ્બો હોય, એમાં વળી પાછું નાની નાની ડબીઓમાં સુગંધી પાવડર હોય જો કે એના નામ યાદ નથી આવતા એકાદ બે જિનતાનની ગોળીઓ નાખીને ખાય કારણ કે નાગરો ગળ્યું ખાવાના શોખીન હોય ( જો આજના જમાનામાં ડાયાબિટીસ હોય તો હોય એ ખાતા હોય પણ ઓછું ખાતા હોય ) ખાસ કરીને નાગરો ચૂરમાના લાડુ અને બરફીના વધુ શોખીન હોય છે. જુના જમાનામાં નાગરો લાડુ ઉપર ઘી નાખીને ખાતા આ અસલ નાગરની ઓળખ છે.!( એ કચ્છ બાજુના ) બીજું એમની ખાસિયત એ કે કઈ રસોઇમાં શું સારું લાગે એ તો નાગરો પાસેથી જ શીખવા મળે નાગરોની સ્ત્રીને ક્યારેય રસોઈમાં આળસ ન આવે… જેમકે પુરણ પુરી સાથે કઢી અને મગની છૂટી દાળ, તો વળી શનિવારે અડદની દાળ તો લગભગ દરેક નાગરોનો ના ઘરમાં બને…! આમ તો નાગર પુરુષો દુર્વાસામુનિ પણ પછી પ્રિય કહી વાત વાળી લે એવા પણ હોય..! નાગરોના ઘરમાં લગભગ હીંચકા હોય અને એના ઉપર બેસી છાપુ વાંચે અને પાનના ડબ્બામાંથી સોપારી કાઢી સુડી થી કતરણ કરતા કરતા પોતાની પત્નીને બૂમ પાડે એ… ઈ.. ઈઈઈ
ક્યાં ગયા? એમ કહી પત્નીને પણ ખવડાવે આમ નાગર ભાઈઓ જીવન રથના પૈડાને વહાલથી સાચવે. આમ તો નાગરો પાસેથી નાની નાની વાતોમાં આનંદ લેવાનું શીખવાનું હોય..! તેવો પોતાના ઉપર જોક બનાવી શકે તે નાગર..! મોટાભાગે નાગરો રસોઈ જાતે જ બનાવે ઘર ભલે નાનું હોય પણ હિંચકો અને પાનનો ડબ્બો નાગરના ઘરમાં હોય જ..! નાગર લોકો માપમાં સોપારી ખાતા હોવાથી એમનો હસમુખો સ્વભાવ હોવાના કારણે નાગરોનું લોહી જાડુ થવાના ચાન્સ ઓછા હોય છે કારણ કે સોપારી લોહીને પાતળું બનાવે છે પાનનો ડબ્બો અને હાસ્ય એમની ઉંમરમાં વધારો કરે એટલે વડીલો 80 થી 100 વર્ષ સુધી જીવતા અને છેલ્લી ઘડી સુધી કામ કરતા.જમીને ઓડકાર ખાઈ હીંચકા ઉપર બેઠા બેઠા પતિ પત્ની અલક મલકની વાતો કરતા પાનનો ડબ્બો ખોલી પાન બનાવે અને મોઢામાં પાન ચાવી પંચાત કરતા. જુના વખતના નાગરોના ઘરોમાં તાંબા પિત્તળના વાસણો ચમકતા જોવા મળતા અને અમૂલ્ય વારસા નું જતન પણ કરતા. આજની પેઢી સૂડી કે સોપારી કે પાનનો ડબ્બો નથી પણ તેમના ઘરમાં મુખવાસે સ્થાન લીધું છે. હાસ્યને સદાય પોતીકું સ્થાન બનાવી તથા હિંચકે બેસી પાન નો ડબ્બો ખોલી પાન પટ્ટી બનાવી મીઠાશ મધુરાશ.
મુંબઈનો મૂળ વિસનગરી પરિવાર જીવણલાલ હાથીભાઈ ભોજક નું ઘર…બોરીવલીમાં..તેમના ઘરે પણ ૧૯૮૬ સુધી પણ ના ડબ્બાનું વર્ચસ્વ જોયું છે. ચાંદીનો નકશી વાળો ડબ્બો,તેના સોપારી,ચૂનો, કાથો ગુલકંદ અને નાગરવેલ પાન તેમાં હોય..ઘુઘરાવાળી સૂડી થી સોપારી કાતરવાની.સવાર સાંજ જમ્યા પછી તો ખાસ બધા પાન ખાય..
નાગરોના જીવનની એક અનોખી ભાત ઉપસાવે છે સાથે સાથે તંદુરસ્તીનો રાગ પણ સમજાવે છે.




