ટેરીફ ની લડાઈ એક વરદાન : ડૉ રાજેશ ભોજક વિશ્વના મુખ્ય દેશો અને અન્ય દેશો વચ્ચે શરૂ થયેલી ટેરીફની લડાઈથી વધુ ચિંતિત થવાની જરૂર નથી .કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી.ટેરીફ લાદવા પાછળનો તર્ક ભવિષ્યની દેશની સદ્ધરતા નો હોય છે.એક દેશ બીજા દેશ પર ટેરીફ લાદે,સામે બીજો દેશ જે તે દેશ પર ટેરીફ લાદે, આ રમત થોડા મહિનાઓની અંદર સ્પષ્ટ થઈ જશે.જે તે દેશ માટે એ પરિસ્થિતિ આવશે કે કઈ વસ્તુ વધુ પડતા ભાવ સાથે અનિવાર્ય છે ,અને કઈ વસ્તુ વગર ચલાવી શકાય તેમ છે. આ રીતે ફાઇનલ ટ્રેડ ફોર્મ્યુલા બનશે. ટેરીફ નો વધારો એ દરેક દેશ માટે સ્વાવલંબી બનવાની નવી તક ઊભી કરશે.જે વસ્તુ માટે તમે વિદેશ પર આધાર રાખતા હતા એ વસ્તુ પોતાના ત્યાં નિર્માણ કરવાની ભૂમિકા પર નવું સંશોધન થશે. અને એક નવું પરિણામ ઊભું થશે .બીજી તરફ જે તે વસ્તુ કયા દેશ પાસેથી મોંઘી પડે છે અને કયા દેશ પાસે સસ્તા ભાવે મળે છે તે પ્રમાણે પણ ટ્રેડિંગ સમીકરણો બદલાશે. અને જે તે વસ્તુના વિકલ્પો મળી જશે ..પણ એક વાત છે કે મોંઘવારી અમુક અંશે વધવાની છે ,સાથે સાથે આ મોંઘવારીનો માર છેવટે જનતા કે ગ્રાહકો પર જ આવવાનો છે .લોકો માટે હવે એવું નક્કી કરવાનું વારો આવશે કે આવક વધી નથી પરંતુ મોંઘવારી વધે છે તો કઈ વસ્તુ માં કેટલી કરકસર કરવી ..એ રીતે બજેટ બનાવવું પડશે. જે વસ્તુના રો મટીરીયલ વિદેશથી આવે છે તે વસ્તુઓ ચાહે ગમે તે કેટેગરીની હોય મોંઘી થવાની છે .તેથી કદાચ નવા વેચાણમાં ઘટાડો થાય પરંતુ જૂની વસ્તુઓના રિટેલ અથવા રિ સેલમાં વધારો થાય .આમ લોકો અમુક સમયે નવી ખરીદી કરતા હતા, તેના બદલે જૂની વસ્તુઓથી લાંબો સમય ચલાવવાનું મન વાળીને રહેશે ..તેથી નવા વેચાણ ની વૃદ્ધિ પર બ્રેક લાગશે…દેશની અને વિદેશની નીતિઓમાં થોડા ફેરફાર આવશે. પ્રોડક્શન બાબતે આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ણયો લેવા પડશે.ચીજ વસ્તુઓના બજારો બદલાશે.આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં જે પણ વધઘટ થશે તે પ્રમાણે જે તે દેશો વચ્ચેના સંબંધોમાં પણ ઉતાર ચઢાવ આવશે. એટલે કે નવા સમીકરણો ઉભા થશે .દાખલા તરીકે એક સમયનું મિત્ર દેશ થોડું અળખામણું ઓળખાવાનું બને,, અને ઓછા સંબંધ વાળો દેશ થોડો નજીક આવે.. ખાસ કરીને એવુ પણ બને કે પાડોશના દેશો સાથે સંબંધો વધુ સારા બનાવીએ ,તેમ પાડોશીઓ વચ્ચે સારો ફાયદો થાય. અને દૂરના દેશો પર પરાવલંબીપણું ઓછું થાય. બીજી તરફ ખાસ કરીને જે દેશો બહારના દેશો પર જ અવલંબિત છે તે દેશોની તકલીફ વધી શકે …અને ભવિષ્યમાં આ ટેરીફ બાબતે બાંધછોડ પણ કરવી પડે . જોવાની માટે છે હાલ દરેક દેશ વેઇટ એન્ડ વોચ ની નીતિ અપનાવશે. કારણ કે નવા ટેરીફ લાગુ થયા બાદ દરેક દેશ તેની અસર પર નજર રાખશે . સરવાળે ઓછામાં ઓછું એક વર્ષ બાદ , ફરી સ્થિતિનું અનુમાન કરી શકાશે ..અને જે વસ્તુ મોંઘી પડતી હોય તે વસ્તુ પોતાના દેશમાં નિર્માણ કરવું કે જે દેશથી સસ્તી પડે તે દેશમાંથી આયાત કરવો તેનો નિર્ણય લેવામાં આવશે. આ ટેરીફ ની અસર ઓછી થાય તે માટે ટ્રેડ તથા પોલિસીમાં વિવિધ પ્રોત્સાહન પણ આપવા પડશે .સાથે આ ટ્રેડ વોરની અસર રોજગારી પર કેટલી પડે છે તે બાબત પણ જોવી પડશે . સરવાળે વિશ્વમાં શેરબજારમાં બજાર ઉથલપાથલ માં રમતું રહેશે. એક વર્ષ સુધી સંપૂર્ણ તેજી હોય જોવી સ્થિતિ શક્ય દેખાતી નથી.. ભારત જેવા દેશો જે વધુ સ્વાવલંબી છે અને જેનું બજાર પોતાના દેશમાં પણ મળી રહે તેમ છે તેમને લાંબી તકલીફ નહીં પડે.. પરંતુ મોંઘવારીના મારથી જનતાને ઓછું સહન કરવું પડે તે પ્રમાણે સરકારોએ જોવું પડશે .. સ્વયં સ્વાવલંબી બનીને અથવા તો અન્ય દેશો સાથે વધુ સંબંધો વિકસિત કરીને એકબીજાને રાહત આપવાની ફોર્મ્યુલા જરૂર કામ કરશે. એક વસ્તુ એ પણ છે કે મોટા દેશો સાથે સંબંધ બગાડ્યા વગર કળથી કામ લેવું પડશે અને ભવિષ્યમાં ટેરીફના નિર્ણયો માં કોઈ રાહત મળે તેવા પ્રયત્નો ચાલુ રાખવા પડશે. હવે વિશ્વમાં પોતાનો દેશ કઈ રીતે ટકી શકે છે તે બાબતે ધ્યાન રાખવું પડશે. દેશનું બજેટ બનાવતી વખતે ઉદ્યોગ ધંધા પડી ન ભાગે અને લોકો મોંઘવારીના મારમાં પીસાઈ ન જાય એ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડશે. લોકોને રોજગારી મળી રહે અને આ ટ્રેડ અને ટેરીફના સમીકરણો માંથી લોકો ની રોજેરોટીને અસર ન પહોંચે તે બાબત ખાસ જોવી પડશે .અત્યારે વિશ્વમાં જે રીતે ચાલી રહ્યું છે તે પરિસ્થિતિ જોતા દરેક દેશના નાગરિકોએ પોતાના દેશના હિત પ્રત્યે જ વિચારવું તે અનિવાર્ય બનશે .અન્ય મતભેદોને દૂર કરી અથવા તો તે માટે પોતે અવગણના કરી દેશ સારી રીતે ચાલે તે માટે સહયોગ આપવો પડશે. સરવાળે કોઈ પણ ટેરીફ વધે અથવા તો કોઈ પણ વધારો લાગુ થાય તે સ્થિતિમાં બે માર્ગો જ દરેક દેશ પાસે રહેશે. પહેલો માર્ગ સમાધાન કરી વલણ અપનાવવું અને દેશો દેશો વચ્ચેની મતભેદ વાળી વાતો દૂર કરી મિત્રતા અપનાવવી . માર્ગ બીજો, દરેક દેશે નવો વિકલ્પ શોધવો ..ચાહે તે અન્ય દેશો સાથે દોસ્તી નો હોય કે પોતાનો દેશ સ્વાવલંબી બને તે દિશાનો નિર્ણય હોય . ડો. રાજેશ ભોજક સિનિયર પત્રકાર અમદાવાદ, ભારત