અધધ…ધ તાપમાન : –
(આલેખન : દીપક બ. ભટ્ટ)
.
સામાન્યરીતે તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન 37 સેન્ટિગ્રેડ અથવા 98.6 ફેરનહીટ હોય છે.
જયારે કોઈપણ વ્યક્તિના શરીરનું તાપમાન સામાન્ય તાપમાનથી નીચે જો 33 C કે 91 F થઈ જાય તો જે તે વ્યક્તિ પોતાની યાદદાસ્ત ખોઈ દે છે… એટલે કે એ વ્યક્તિ સ્મૃતિભ્રંશની અવસ્થામાં સરી પડે છે.
જયારે કોઈપણ વ્યક્તિના શરીરનું તાપમાન સામાન્ય તાપમાનથી નીચે જો 28 C કે 82 F થઈ જાય તો જે તે વ્યક્તિ બેભાનાવસ્થામાં સરી પડે છે… આ અવસ્થામાં ક્યારેક એ વ્યક્તિ કોમામાં પણ સરી પડે છે.
અને જયારે કોઈપણ વ્યક્તિના શરીરનું તાપમાન સામાન્ય તાપમાનથી નીચે જો 21 C કે 70 F થઈ જાય તો જે તે વ્યક્તિ પ્રગાઢ અલ્પઉષ્ણતામાં સરી પડે છે… આ અવસ્થામાં એ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.
માનવશરીર વધુમાં વધુ 42.3 C અથવા 108.14 F તાપમાન સહી શકે છે. શરીરનું તાપમાન 42.3 C અથવા 108.14 Fથી વધી જાય તો માનવીના મગજને મોટું નુકશાન પહોંચે છે, શરીરનું પ્રોટીન નષ્ટ થઈ જાય છે, દાંતને નુકશાન થાય છે અને મોટાભાગે માનવીનું મૃત્યુ નિશ્ચિત મનાય છે.
અસામાન્ય પરિસ્થિતિમાં અને અપવાદરૂપે, પૃથ્વી પર રહેતા જીવંત વ્યક્તિના શરીરનું સૌથી ઓછું તાપમાન 56.7 F એટલે કે 13.7 C નોંધાયું છે. જે વ્યક્તિ કેટલાક સમય માટે બરફાચ્છાદિત ઠંડાગાર પાણીમાં ફસાઈ ગયો હતો. આ વાતની પુષ્ટિ USARIEMના John Castellani Live Science કાર્યક્રમમાં ૩૦ જાન્યુઆરી ૨૦૧૦ના દિવસે કરી હતી.
એવી જ રીતે અસામાન્ય પરિસ્થિતિમાં અને અપવાદરૂપે, ૧૦ જુલાઈ ૧૯૮૦ના દિવસે એટલાન્ટામાં રહેતા Willie Jonesને સ્થાનિક હોસ્પિટલ દાખલ કરાયો ત્યારે તેના શરીરનું તાપમાન 115 Fahrenheit એટલે કે 46.11 Celsius હતું.
જે પૃથ્વી પરના કોઈપણ જીવંત વ્યક્તિનું આજસુધીમાં નોંધાયેલું સૌથી ઊંચું તાપમાન ગણાય છે.
આ બાબતની નોંધ ગિનિસ વર્લ્ડરેકોર્ડ બુકમાં પણ લેવાઈ છે.
૨૪ કલાક હોસ્પિટલમાં અપાયેલી સારવાર બાદ Willie Jonesને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી.
.
મૃત વ્યક્તિના શરીરનું તાપમાન 35.5 Celsius થી 41.3 Celsius જેટલું નોંધાયું છે.
આ તાપમાન જે તે વ્યક્તિઓના મૃત્યુ પછી ૧૧૬ મિનિટથી ૪૦૧ મિનિટ દરમ્યાન નોંધાયું છે.
(સરેરાશ ૨૦૨ મિનિટમાં)
.
વૈજ્ઞાનિકોના મતાનુસાર જયારે આગ લાગી હોય ત્યારે આગની જ્વાળાઓ ઘાટા લાલ રંગની હોય તો એનું તાપમાન 600-800° Celsius એટલે કે 1112-1800° Fahrenheit જેટલું હોય છે.
જયારે આગની જ્વાળાઓ નારંગી અને/અથવા પીળા રંગની હોય ત્યારે એનું તાપમાન 1100° Celsius એટલે કે 2012° Fahrenheit જેટલું હોય છે.
આગની જ્વાળાઓ જો સફેદ રંગની હોય તો એનું તાપમાન 1300-1500 Celsius એટલે કે 2400-2700° Fahrenheit જેટલું હોય છે,
અને જયારે આગની જ્વાળાઓ વાદળી રંગની હોય ત્યારે એ જ્વાળાઓનું તાપમાન 1400-1650° Celsius 2600-3000° Fahrenheit જેટલું હોય છે !
અધધ…ધ!
જયારે આગમાં સપડાયેલા વ્યક્તિની ત્વચા 118 C ઉષ્ણતામાને ફર્સ્ટ ડિગ્રી બર્ન અનુભવે છે, 131 C ઉષ્ણતામાને સેકન્ડ ડિગ્રી બર્ન ઉદ્ભવે છે. જયારે + 162 C ઉષ્ણતામાને તો માનવશરીરની ત્વચા સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે.
.
અવકાશમાં – 454.81 F અથવા – 270.45 C જેટલું તાપમાન સામાન્ય સંજોગોમાં રહે છે. જો કે આ તાપમાન આપણી સૂર્યમાળામાં સતત અને કાયમ રહેતું નથી એ બદલાયા કરે છે.
By the way…
સૂર્યના કેન્દ્રમાં 27000000 ડિગ્રી F એટલે કે 15000000 ડિગ્રી C જેટલું તાપમાન છે જયારે સૂર્યની સપાટી પર 10000 ડિગ્રી F એટલે કે 5540 ડિગ્રી C જેટલું તાપમાન છે…
જેમાંથી આપણી પૃથ્વીના ભાગે તો વધીને 112 ડિગ્રી F એટલે કે 50 ડિગ્રી C જ ગરમી આવે છે…
જે પણ ત્રાહિમામ પોકારાવી દે છે… અને જો એ તાપમાન કોઈક કારણસર કાયમ માટે વધી જાય તો……..?!
“એક અકલ્પનિય અસહ્ય કલ્પના !”
લ્યો 57 C વાળી આ “ડેથ વેલી”ને જ જુઓને…
“ડેથ વેલી” નામે ઓળખાતી કેલિફોર્નિયાના જંગલોની જગ્યામાં ૧૦ જુલાઈ ૧૯૧૩ના દિવસે 56.7°C (134.1°F) તાપમાન નોંધાયું હતું
વૈજ્ઞાનિકોના મતે જે તાપમાન પૃથ્વી પર આજસુધીમાં નોંધાયેલું સર્વોચ્ચ તાપમાન છે. આ જગ્યા પર સામાન્ય સંજોગોમાં ઉનાળામાં 45°C (113°F) જેટલું તાપમાન રહે છે. આમ છતાંયે આજે “ડેથ વેલી”માં ૫૭૬ વ્યક્તિઓ કાયમી વસવાટ કરે છે!
પૃથ્વી પર વિવિધતામાં પણ એકતા જોવા મળે છે
પૃથ્વીની સૌથી ગરમ જગ્યા “ડેથ વેલી”ની બીજી બાજુ પૃથ્વી પર ઘણી અસામાન્ય જગ્યાઓ છે કે જયાં અસામાન્ય ઠંડી પડે છે…
૧. Eastern Antarctic Plateau, Antarctica (-94°C)
૨. Vostok Station Antarctica (-89.2°C)
૩. Amundsen-Scott Station, Antarctica (-82.8°C)
૪. Denali, Alaska, United States of America (-73°C)
૫. Klinck station, Greenland (-69.6°C)
૬. Oymyakon, Siberia, Russia (-67.7°C)
ભારતમાં કારગિલ નજીક આવેલા દ્રાસમાં – ૬૦ C જેટલું ન્યુનતમ તાપમાન નોંધાયું છે.
જયારે ભારતમાં સટ્ટાબજાર તરીકે જાણીતા ફલોડી રાજસ્થાનમાં ૫૧ C જેટલું ઉચ્ચતમ તાપમાન નોંધાયું છે.
આ બંનેય જગ્યાઓ ભારતમાં અનુક્રમે સૌથી ઠંડી અને સૌથી ગરમ જગ્યાઓ મનાય છે.
.
જ્વાળામુખીના પ્રસરતા લાવાનું તાપમાન લગભગ 1170 C એટલે કે 2140 F નોંધાયું છે…
જયારે એ લાવાનું તાપમાન જ્વાળામુખીના મુખમાં લગભગ 1250 C એટલે કે 2200 F જેટલું નોંધાયું છે.
વૈજ્ઞાનિકોના અનુમાનો અને તારણો અનુસાર આજથી ૮૦૦૦૦૦૦૦૦ વર્ષો થી ૬૦૦૦૦૦૦૦૦ વર્ષો દરમ્યાન પૃથ્વીનો ગોળો બહુ જ ગરમ હતો. ત્યારે પૃથ્વીના ગોળાનું તાપમાન લગભગ 2000 F એટલે કે ૧૧૦૦૦ C જેટલું હતું.
૩૦૦૦૦૦૦૦૦ વર્ષો પહેલા પૃથ્વીના ગોળાનું તાપમાન 1670 F એટલે કે 910 C જેટલું હતું.
By the વે
સૂર્યની સપાટી પરનું અત્યારનું તાપમાન 10000 F એટલે કે 5540 C છે એટલે આપણા સૌરમંડળમાં સૌથી વધુ ગરમી સૂર્યની સપાટી પર છે એમ માનવું રહ્યું.
પરંતુ કેટલીક વખત જયારે આકાશી વીજળી ત્રાટકે છે ત્યારે એ ક્ષણ માત્ર માટે એનું તાપમાન 50000 F એટલે કે 27760 C જેટલું પણ નોંધાયું છે !
અહો આશ્ચર્યમ…સૂર્યની સપાટી પરના તાપમાનથી પાંચ ઘણું તાપમાન !
.
કહે છે કે પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ “હીરો” પણ 4500 Cએ પીગળી જાય છે… બાકી કઠોર માણસોની વાત જ અલગ છે !
.
(આલેખન : દીપક બ. ભટ્ટ)




