આજ રોજ તા.૧૮/૭/૨૪ ને ગુરુવારે સવારે ૭-૩૦ કલાકે ભારત વિકાસ પરિષદ ઘાટલોડિયા શાખા દ્વારા ડી.પી. સ્કુલ નવા વાડજ ખાતે ગુરુવંદન છાત્ર અભિનંદન પ્રકલ્પ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં અતિથિ વિશેષ તરીકે ડૉ. અલ્પેશ પટેલ અને ડૉ. ભાવિક ઝાલા તેમજ મઘ્ય પ્રાંત માંથી ભાવિની શાહ ઉપસ્થિત રહેલ હતા. મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી.શાખાના ૧૫ સભ્યોએ હાજરી આપી. શાળાના ૨૫૦ બાળકો ભાગ લીધો અને ૮ શિક્ષકો નું વિદ્યાર્થીઓ દ્વારા બહુમાન ( ગુરુ પૂજન) કરવામાં આવ્યું. તેમજ શાળાના કલા ક્ષેત્રે, રમત ગમત તેમજ અભ્યાસ ક્ષેત્રે, ટોપર વિદ્યાર્થીઓનું સર્ટિફિકેટ આપી બહુમાન કરવામાં આવ્યું. તેમજ બાળકોને શપથ લેવડાવ્યા.શાળાના આચાર્ય ચિરાગ શાહ દ્વારા આ પ્રોગ્રામ નું બહુજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.