અમદાવાદ ની સહજાનંદ કોલેજ ચાર રસ્તા પર સ્થાપિત ગણેશ મૂર્તિ યુનિવર્સિટી,આંબાવાડી, નહેરુનગર,ધરણીધર, સી જી રોડ સહિત અમદાવાદની જનતાનું વર્ષોથી આકર્ષણ બને છે. ગણેશ ચતુર્થીના દિવસથી લોકો આ મૂર્તિના દર્શન માટે ઉમટી પડે છે.ઈન કેબલ નેટ,ટાઇમ ન્યુઝ અને શારદા કોમ્યુનિકેશન ના પ્રણેતા તથા મિડીયા જગતમાં સન્માનીય નામના ધરાવતા આનંદ ભાઈ દોષીનું આ આયોજન છે. વર્ષો થી સહજાનંદ કોલેજ ચાર રસ્તા પર ભવ્ય મંડપ, સુશોભન,લાઈટના ઝગમગાટ સાથે સુંદર ગણેશ મૂર્તિ નું સ્થાપન આ તેમનો 18 વર્ષથી ક્રમ રહ્યો છે.સાથે સાથે આ ગણેશ વિસર્જન થાય ત્યાં સુધી લગભગ રોજ સાર્વજનિક મનોરંજન કાર્યક્રમ નું આકર્ષણ તો હોય જ. આ ગણપતિ જે શાન સાથે વાજતે ગાજતે સ્થાપવામાં આવે છે તેના લીધે તેમને અમદાવાદના રાજા તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મ પ્રત્યે આસ્થા ધરાવતું આ આયોજન આજે 18 વર્ષ પૂર્ણ કરેલ છે જે મિડીયા ના ધાર્મિક વ્યક્તિત્વ આનંદ ભાઈ દોશી ને આભારી છે. અહેવાલ ડૉ રાજેશ ભોજક