ડાંડિયા ગૂલ!
‘ઈન્દ્રધનુના સાત રંગો સુનિશ્ચિત છે. તેને આઠમો રંગ હોઈ શકે? ન જાને! મેં યે આ પૂર્વે સાતેક સાહિત્યસ્વરૂપોમાં યથાશક્તિ કામ કર્યું છે. આ હાસ્યવ્યંગ પુસ્તકોના લેખન-પ્રકાશન દ્વારા શું ઈન્દ્રધનુના આઠમા રંગને આંબવા-આલેખવાનો મારો પ્રયાસ છે?’
– ભગવતીકુમાર શર્મા
‘નિર્લેપ’ની કટાર દ્વારા હું કશી પૂર્વયોજના વિના વ્યંગ વિનોદલેખનના ક્ષેત્રમાં પ્રવેશ્યો. પ્રકૃતિગત હું વિનોદપ્રિય ખરો જ. જ્યોતીન્દ્ર દવે, ચન્દ્રવદન મહેતા, ધનસુખલાલ મહેતાના સુરતમાં જન્મ અને ઉછેર, છતાં હાસ્ય ન સ્પર્શે તેવું કેમ બને! બટકબોલા મિત્રો સાથેની ગપગોષ્ઠીમાં હાસ્યરસ પોષાતો જ રહેતો. થોડાક પત્રકાર વડીલો પણ ભારે રમૂજી મળ્યા. આમેય અખબારી કાર્યાલયમાં બૌદ્ધિક ચમકારયુક્ત હાસ્ય-વિનોદ ચાલતાં જ રહે. કટાર શરૂ કરી અને ભીતર જે હાસ્ય-પડ હતાં તે વ્યક્ત થવા લાગ્યાં અને એ રીતે મારું એક નવું પાસું પ્રગટ થયું.
– ભગવતીકુમાર શર્મા
Follow our Facebook Page,
https://www.facebook.com/SahityaSangamPublisher?mibextid=LQQJ4d




